જૂનાગઢ મનપાની ચૂંટણીમાં આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત - GUJARATI NEWS
જૂનાગઢઃ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારને અંતિમ દિવસે તમામ પક્ષોએ જોર લગાવ્યું છે. આજે પાંચ વાગ્યે પ્રચાર-પ્રસાર પર રોક લાગી જશે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પ્રચાર-પડઘમ થશે શાંત, કોણ મારશે બાજી તેની પર સૌની નજર
જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં આજે પાંચના ટકોરે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. જેને લઈને આજે ભાજપ-કોંગ્રેસ અને પ્રથમ વખત જૂનાગઢ મનપાની ચૂંટણી લડી રહેલી એનસીપીએ તેનો પ્રચાર વેગવંતો બનાવીને તેમના ઉમેદવારોનો વિજય થાય તે માટે પ્રચાર અભિયાન કર્યું છે.
પ્રચારના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને એનસીપી દ્વારા તેમના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પક્ષના પ્રભારીઓ મેદાનમાં આવ્યા છે.