ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Violence: દરગાહ દૂર કરવા મુદ્દે પોલીસ પર પથ્થરમારો, એક વ્યક્તિનું મોત - Junagadh poluce crime

જુનાગઢ શહેરના મજેવડી દરવાજા બહાર આવેલી એક દરગાહને દૂર કરવા માટે તંત્રએ એક નોટીસ પાઠવી હતી. જેને લઈને શુક્રવારે રાત્રીના સમયે ભારે માથાકુટ થઈ હતી. ટોળાએ પોલીસ સ્ટ્શન પર પથ્થમારો કર્યો હતો. વાહનોને આગચંપી પણ કરી હતી. જેમાં એક બાઈક સળગી ગઈ જ્યારે અન્ય વાહનોમાં નુકસાન થયું. આ કેસમાં પોલીસે બપોર સુધીમાં કુલ 174 આરોપીને પકડી લીધા છે. એક વ્યક્તિનું આ ઘટનામાં મૃત્યું થયું છે.

Junagadh Violence: ધાર્મિક સ્થાનનો દબાણ દૂર કરતાં થયેલા બબાલ, પોલીસે 150 કરતાં વધુની કરી અટકાયત
Junagadh Violence: ધાર્મિક સ્થાનનો દબાણ દૂર કરતાં થયેલા બબાલ, પોલીસે 150 કરતાં વધુની કરી અટકાયત

By

Published : Jun 17, 2023, 10:32 AM IST

Updated : Jun 17, 2023, 4:33 PM IST

Junagadh Violence: ધાર્મિક સ્થાનનો દબાણ દૂર કરતાં થયેલા બબાલ, એક વ્યક્તિનું મોત

જૂનાગઢઃજૂનાગઢના મજેવડી દરવાજા બહાર આવેલી દરગાહને દૂર કરવા અંગે તંત્રએ નોટીસ ફટકારી હતી. દરગાહ તોડી પાડવા અંગે નોટિસ મળતા ટોળું ઉશ્કેરાઈ ગયું હતું. રોષે ભરેયાલા ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો અને એસટી બસને પણ નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં પોલીસનું વાહન પણ બાળી નાંખ્યું તેમજ અન્ય વાહનોમાં પણ નુકસાન કર્યું છે. રાત્રે થયેલી માથાકુટને પગલે પોલીસે રાતથી જ બંદોબસ્ત લગાવી વિસ્તારમાં સ્થિતિ કાબૂ કરી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

Junagadh Violence: ધાર્મિક સ્થાનનો દબાણ દૂર કરતાં થયેલા બબાલ, પોલીસે 150 કરતાં વધુની કરી અટકાયત

આ કારણે પથ્થરમારોઃજૂનાગઢના મજેવડી વિસ્તારમાં આવેલી એક દરગાહને દૂર કરવા અંગે તંત્રએ 14 જૂનના રોજ એક નોટીસ ફટકારી હતી. જેની સામે એના કોઈ આધાર પુરાવાઓ ધાર્મિક સ્થાનોનું સંચાલન કરતા લોકો પાસે નહીં હોવાને કારણે તેને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. અગાઉ પણ ધાર્મિક સ્થળોને દૂર કરતી વખતે વાતાવરણ ઉશ્કેરાટ ભર્યું બન્યું હતું. દરગાહ તોડી પાડવાની વાત પર ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન અને પોલીસના વાહન પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. તંત્ર એ આપેલી નોટીસને સહકાર ન આપતા મામલો ગરમાયો હતો. જે પથ્થમારા સુધી પહોંચ્યો હતો. રાત્રીના 11 વાગ્યા આસપાસ થયેલી માથાકુટથી બીજા દિવસે પણ અજંપા ભરી સ્થિતિ જોવા મળી હતી.

Junagadh Violence: ધાર્મિક સ્થાનનો દબાણ દૂર કરતાં થયેલા બબાલ, પોલીસે 150 કરતાં વધુની કરી અટકાયત

પોલીસને ઈજાઃઆ ઘટનામાં પાંચ પોલીસ કર્મચારીને ઈજા થઈ છે. જેમાં ડીવાયએસપી તથા પીએસઆઈનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ LCB, સિટી-બી, સિટી-એ ડિવિઝન વિભાગની પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યારે ચોક્કસ સોર્સને આધારે પોલીસે 160થી વધુ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી એ જણાવ્યું હતું કે, પોલીસ સાથે ઝપાઝપી કરનાર 174 લોકોની પોલીસે ગતરાત્રી દરમિયાન જ અટકાયત કરી લીધી છે.

જૂનાગઢ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી ઘટના વિષે માહિતી આપતા

આ મસ્જીદને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તંત્રે એડવાન્સમાં જ નોટીસ આપી દીધી હતી. 14 તારીખ જ આ નોટીસ આપી હતી. પછી તારીખ 16ની રાત્રે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. એ લોકોમાં નોટીસને લઈને રોષ હતો. કેટલાકે વાંધો પણ ઊઠાવ્યો હતો. આશરે 500થી 600 લોકો મજેવડી ગેટ પાસે ભેગા થયા હતા. પોલીસે પહેલા એમને સમજાવવા પણ પ્રયાસ કરેલા છે. 45 મિનિટ સુધી આ મુદ્દે જામ રહ્યો હતો. છતાં પોલીસ સમજાવતી હતી. પછી બેથી ચાર પથ્થરના ઘા પોલીસ પર આવ્યા અને એક ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો. પોલીસકર્મીનું મૃત્યું નહીં થયું. સ્થાનિકનું થયું છે. --રવિ તેજા વસમશેટ્ટી

Junagadh Violence: દરગાહ દૂર કરવા મુદ્દે પોલીસ પર પથ્થરમારો, એક વ્યક્તિનું મોત

બેલ્ટથી ફટકાર્યાઃઆ સમગ્ર ઘટનાને લઈને એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં પોલીસે કેટલાક શખ્સોને પકડી એ દરગાહ સામે ઊભા રાખીને બેલ્ટથી ફટકાર્યા હતા. પોલીસને જાણ થઈ હતી કે, આ એ જ શખ્સો છે જે પથ્થરમારામાં અને ઉશ્કેરાટમાં સામિલ હતા. જેને પાઠ ભણાવવા માટે પોલીસે પટ્ટાથી એમને ફટકાર્યા હતા. જિલ્લા વડાએ ઉમેર્યું હતું કે, હવે વિસ્તારમાં ફરી ફરીને પોલીસ આરોપીઓને શોધીને કાયદેસરના પગલાં ભરશે.

Junagadh Violence: ધાર્મિક સ્થાનનો દબાણ દૂર કરતાં થયેલા બબાલ, પોલીસે 150 કરતાં વધુની કરી અટકાયત

Junagadh Crime : પંચેશ્વરમાં ધમધમતી દેશી દારુ બનાવતી ભઠ્ઠી પર પોલીસના દરોડા, બે મહિલા બુટલેગર સામેલ

JUNAGADH NEWS : જૂનાગઢની માંગરોળ સબ જેલમાંથી કેદીઓ પાસેથી મળી આવી પ્રતિબંધિત વસ્તુઓ

Last Updated : Jun 17, 2023, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details