ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર છલકાયું, સરોવર ઓવરફ્લો થતા રમણીય દ્રષ્ય સર્જાયું - Narasimha Mehta lake

જૂનાગઢ: હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદે વરસી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર છલકાયું છે. છેલ્લા 48 કલાકથી જૂનાગઢ શહેર અને ગીરનારનાં જંગલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને જૂનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર છલકાઈ ગયું છે.

junagadh

By

Published : Aug 10, 2019, 10:40 PM IST

શહેરની મધ્યમાં આવેલું આ સરોવર છલકાતાં જૂનાગઢ શહેરનું વાતાવરણ રમણીય લાગી રહ્યું છે. છેલ્લા 48 કલાકથી જુનાગઢ અને ગીરનારના જંગલોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ગીરનારમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ જુનાગઢ શહેર તરફ આવી રહ્યો છે. જુનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં જૂનાગઢ શહેરનું વાતાવરણ ખૂબ જ રમણીય બની રહ્યું છે.

જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર છલકાયું

જૂનાગઢ શહેરમાં મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર આજે પ્રથમ વખત છલોછલ ભરાઈને ઓવરફ્લો થતાં જૂનાગઢની સુંદરતામાં પણ ખૂબ જ વધારો થઇ રહ્યો છે. સરોવર ઓવરફ્લો થતા જૂનાગઢ શહેરમાં હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. જેને કારણે લોકોએ પણ હવે હાશકારો અનુભવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details