ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: જૂનાગઢના દાતાર તીર્થ પર્વત પર મતદાન મથક માટે અપીલ કરાઈ

જૂનાગઢના દાતાર તીર્થે પર્વત પર મતદાન મથક બનાવવાની અપીલ કરાઈ છે. દાતાર તીર્થના મહંત ભીમ બાપુએ મતદાન મથક માટે માંગણી કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Junagadha Datar Tirth Bheem Bapu Vetting Booth

જૂનાગઢના દાતાર તીર્થ ધામે મતદાન મથક સ્થાપવા માટે અપીલ કરાઈ
જૂનાગઢના દાતાર તીર્થ ધામે મતદાન મથક સ્થાપવા માટે અપીલ કરાઈ

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 10:07 PM IST

Updated : Jan 7, 2024, 7:53 AM IST

મહંત બન્યા પછી તેમને આ પર્વત પરથી ઉતરવાની મનાઈ હોય છે

જૂનાગઢઃ દાતારની ભૂમિ એવા દાતાર પર્વત પર મતદાન મથક ઊભુ કરવામાં આવે તેવી માંગ દાતાર જગ્યા ના મહંત ભીમ બાપુએ ચૂંટણી પંચને કરી છે. દાતાર જગ્યાના મહંતના ઈતિહાસ સાથે જોડાયેલી પરંપરા મુજબ અહીંના એક પણ મહંત જગ્યા છોડીને આજીવન ક્યારેય બહાર જતા નથી. તેથી ગીર મધ્યમાં બાણેજ મતદાન મથક ઊભુ કરાય છે તેવી જ રીતે દાતાર પર્વત પર મતદાન મથક ઊભું કરવામાં આવે તો જીવનમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ મહંત ભીમ બાપુ પ્રાપ્ત કરી શકે.

દાતાર તીર્થના મહંત ભીમ બાપુએ મતદાન મથકની અપીલ કરી

એક પણ મહંત પર્વત નીચે ઉતર્યા નથીઃ દાતાર જગ્યાના મહંત ભીમ બાપુએ દાતાર પર્વત પર આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન મથક ઊભું કરવામાં આવે તેવી માંગ કરી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં દાતાર જગ્યાના મહંતે ક્યારેય મતદાન કર્યું નથી, કારણ કે મહંત બન્યા પછી તેમને આ પર્વત પરથી ઉતરવાની મનાઈ હોય છે. રાષ્ટ્રની લોકશાહીને મજબૂત કરવા માટે તેમજ બંધારણમાં આપવામાં આવેલા મતાધિકારનો ઉપયોગ થાય તે માટે મહંત ભીમ બાપુએ દાતાર પર્વત પર મતદાન મથક ઊભું થાય તેવી માંગ કરી છે. ઉપલા દાતાર પર્વતની જગ્યાના મહંતની પરંપરા મત આપવા માટે તેઓને દાતાર પર્વત પરથી નીચે જવું પડે આવી પરિસ્થિતિમાં ધર્મની પરંપરા તૂટે ત્યારે ધર્મની પરંપરા અકબંધ રહે અને બંધારણનો અધિકાર ધાર્મિક જગ્યાના મહંતોને પણ પ્રાપ્ત થાય તે માટે દાતાર પર્વત પર મતદાન મથક ઊભું થાય તેવી માંગ ભીમ બાપુએ કરી છે.

બાણેજમાં એક મતદાર માટે મતદાન મથકઃ મધ્ય ગીરમાં આવેલી કનકાઈ બાણેજ જગ્યાના મહંત માટે ખાસ મતદાન મથક ઊભું કરવામાં આવે છે. અગાઉ જગ્યાના મહંત ભરતદાસ બાપુ માટે મધ્ય ગીરમાં મતદાન મથક ઊભું કરવામાં આવતું હતું. ભરતદાસ બાપુના અવસાન બાદ વર્તમાન મહંત હરિદાસ બાપુ માટે પણ મતદાન મથક ઊભું કરવામાં આવે છે. બિલકુલ તેવી જ રીતે દાતાર પર્વત પર પણ મતદાન મથક ઊભું થાય તેવી માંગ ભીમ બાપુએ કરી છે. દાતાર જગ્યાના મહંતો પટેલ બાપુ, વિઠ્ઠલ બાપુ અને વર્તમાન મહંત ભીમ બાપુએ ક્યારેય મતદાન કર્યું નથી કારણ કે તેઓ આ સ્થળ છોડીને જઈ શકે નહીં. તેથી બાણેજની જેમ દાતાર તીર્થ પર મતદાન મથક સ્થાપવા અપીલ કરાઈ છે.

અત્યાર સુધીના ઈતિહાસમાં દાતાર જગ્યાના મહંતે ક્યારેય મતદાન કર્યું નથી, કારણ કે મહંત બન્યા પછી તેમને આ પર્વત પરથી ઉતરવાની મનાઈ હોય છે. તેથી દાતાર જગ્યાના મહંતો પટેલ બાપુ, વિઠ્ઠલ બાપુ અને વર્તમાન મહંત ભીમ બાપુએ ક્યારેય મતદાન કર્યું નથી. બાણેજની જેમ અહીં પણ એક મતદાર માટે મતદાન મથક સ્થાપવામાં આવે તો હું મતાધિકારનો ઉપયોગ કરી શકું...ભીમ બાપુ(મહંત, ઉપલા દાતાર, જૂનાગઢ)

  1. પાકિસ્તાનથી આવેલા મહિલા મતદાર કરશે પ્રથમ વખત મતદાન, બાણેશ્વર મહાદેવના મહંતે કરી મતદાનની અપીલ
  2. ભારતના એકમાત્ર બાણેજના મતદાર હરીદાસ બાપુની ETV Bharat સાથેની એક્સક્લુઝિવ વાતચીત
Last Updated : Jan 7, 2024, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details