જૂનાગઢ : જૂનાગઢના ચંદ્રકાંત રૂપારેલીયાએ 17 દિવસમાં 6,000 કિલોમીટરનું અંતર બાઈક પર કાપીને લેહ લદ્દાખની યાત્રા પૂર્ણ કરી છે. આજથી 17 દિવસ પૂર્વે જૂનાગઢથી નીકળેલા ચંદ્રકાંત રૂપારેલીયાએ સફળતાપૂર્વક તમામ વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે લેહ લદ્દાખના પહાડી પ્રદેશોમાંથી પસાર થઈને બાઈક મારફતે તેમની આ પ્રથમ યાત્રા પૂર્ણ કરી છે. યુવાનોને શરમાવે તેવું અદમ્ય સાહસ અને જુસ્સો ધરાવતા ચંદ્રકાંત રૂપારેલીએ આ પ્રથમ વખત લેહ લદ્દાખની બાઈક યાત્રાએ નીકળ્યા હતા. જેમની સાથે જૂનાગઢના છ યુવાનો પણ જોડાયા હતા, પરંતુ પરત ફરતી વખતે આ છ યુવાનો તેમનાથી ટેકનિકલ કારણોથી દૂર થયા અને તેઓ એકલા લેહ લદ્દાખથી જુનાગઢ પરત ફર્યા હતા.
Junagadh News : 65 વર્ષના ચંદ્રકાંતભાઈનું યુવાનોને શરમાવે તેવું સાહસ, બાઈક પર પૂર્ણ કરી લેહ લદ્દાખની યાત્રા - Leh Ladakh Bike Tour
જૂનાગઢના 65 વર્ષીય ચંદ્રકાંત રૂપારેલીયાએ યુવાનોને શરમાવે તેવું સાહસ કર્યું છે. ચંદ્રકાંત રૂપારેલીયાએ લેહ અને લદ્દાખની 6 હજાર કિલોમીટરની યાત્રા પુર્ણ કરી છે. આ યાત્રા 17 દિવસમાં બાઈક પર પૂર્ણ કરીને છે. જેમાં તેમને ખાટા, મીઠા સ્મરણો વ્યક્ત કર્યા છે.
શોખ અને ઉંમરને આજે પણ કોઈ નિસ્બત નથી માત્ર મક્કમ મનોબળથી કોઈપણ પ્રકારની યાત્રા કે મુશ્કેલ કાર્ય સફળતા પૂર્વક પાર કરી શકાય છે. મનમાં વિચાર પણ ન હતો કે બાઈક પર લેહ લદ્દાખ જઈશ, પરંતુ આજે 17 દિવસ બાદ આ કઠિન કહી શકાય તેવી યાત્રા પૂર્ણ કરીને જૂનાગઢ પરત ફર્યો છું. અગાઉ ચારધામ યાત્રા, માઉન્ટ એવરેસ્ટ, કૈલાશ માન સરોવર, સાત વખત અમરનાથ, 29 વખત ગિરનારની લીલી પરિક્રમા અને 2 હજાર કરતાં પણ વધુ વખત તેઓ પગપાળા ગિરનાર જઈને આવી ચૂક્યા છું. આ પ્રથમ લેહ લદાખ યાત્રા બાઈક પર છે. - ચંદ્રકાંત રૂપારેલીયા
યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તી :જૂનાગઢના ચંદ્રકાંત રૂપારેલીયા યુવાનોને શરમ આવે તેવી સ્ફૂર્તિ સાથે જુનાગઢથી અમૃતસર, શ્રીનગર, લેહ લદાખ અને ખાર ડુંગરા વિસ્તારથી પરત ફર્યા છે. પરત ફરતી વખતે મનાલી જેવા અતિ ઠંડા પ્રદેશમાંથી તેઓ પસાર થયા હતા. તો રાજસ્થાન જેવા પ્રદેશમાં અતિ ગરમીને કારણે ચામડી બાળી નાખતા વાતાવરણની વચ્ચેથી તેઓ પસાર થઈને એકમાત્ર કુદરતનું સાનિધ્ય શું હોય તેનો અનુભવ કરવા માટે બાઈક લઈને લેખ લદ્દાખ સુધી પહોંચ્યા હતા. 6000 કિલોમીટરના આ પ્રવાસ દરમિયાન તેઓએ શિયાળો, ઉનાળો અને ચોમાસા જેવી ત્રણેય ઋતુનો અનુભવ કર્યો છે, જે તેમના જીવનના સંભારણા તરીકે તેઓ વાગોડી રહ્યા છે.