સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખોડી કલરના વરુનું બ્રીડિંગ સેન્ટર જૂનાગઢ : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની વધુ એક સિદ્ધિ સામે આવી છે. અહીં સિહોની સાથે ભારતીય મૂળ ધરાવતા અને સંકટગ્રસ્ત પ્રજાતિ તરીકે નોંધાયેલા રાખોડી કલરના વરુનુ બ્રીડિંગ સેન્ટર શરૂ થયું છે. જેમાં પાછલા કેટલાક વર્ષો દરમિયાન ખૂબ ભારે સફળતા મળી. છે હાલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 કરતા વધુ ભારતીય વરુના બચ્ચા અને પુખ્ત પ્રાણી જોવા મળે છે. જે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગના જંગલ વિસ્તારમાં મુક્ત કરવા માટે વન વિભાગ વિચારી રહ્યું છે.
બ્રિડિંગ સેન્ટરમાં ગત વર્ષ સુધી 60 જેટલા બચ્ચાને માદા વરુએ જન્મ આપ્યો હતો સક્કરબાગમાં જન્મેલા વરુ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે :સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિહોના બિલ્ડિંગ સેન્ટરની સાથે વર્ષ 2014 થી ભારતીય પ્રજાતિના રાખોડી કલરના અને સંકટ ગ્રસ્ત પ્રજાતિ તરીકે નોંધાયેલા ભારતીય વરુનુ પણ બ્રિડિંગ સેન્ટર ચાલી રહ્યું છે. વર્ષ 2014થી લઈને અત્યાર સુધી વરૂના બ્રિડીગ સેન્ટરને લઈને પણ ખૂબ સફળતા મળી છે. બ્રિડિંગ સેન્ટરમાં ગત વર્ષ સુધી 60 જેટલા બચ્ચાને માદા વરુએ જન્મ આપ્યો છે. જેને કારણે સંકટ ગ્રસ્ત ગણાતી ભારતની રાખોડી કલરના વરુને બચાવવા માટે અને તેને ફરીથી જંગલ વિસ્તારમાં પુનઃસ્થાપન કરવા માટે સફળતા મળી છે.
આ પણ વાંચો Sakkarbagh Zoo : વર્ષના પ્રારંભે જ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહ બાળનો જન્મ થાય તેવી ઉજળી શક્યતા
ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં મોકલાશે: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા બ્રીડિંગ સેન્ટરમાં વરુના બચ્ચાના જન્મને લઈને ખૂબ જ હકારાત્મક દિશામાં પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે બ્રિડિંગ સેન્ટર શરૂ કરવાને લઈને વરૂની સંકટ ગ્રસ્ત પ્રજાતિને બચાવવાની સાથે તેને વરુ માટે નૈસર્ગિક મનાતા વિસ્તારમાં પણ છોડવાની યોજના વન વિભાગ બનાવી રહ્યું છે. સક્કરબાગમાં જન્મ લીધેલા વરુના બચ્ચા સ્વતંત્ર રીતે પુખ્ત થયા બાદ તેને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં છોડવાને લઈને વન વિભાગ કાર્યક્રમ બનાવી રહ્યું છે. હાલ બ્રીડિંગ સેન્ટરમાં તમામ વરુઓ સ્વસ્થ તંદુરસ્ત અને નૈસર્ગિક વાતાવરણની વચ્ચે જોવા મળી રહ્યા છે. જે આગામી દિવસોમાં કુદરતી રીતે તેમને અનુકૂળ એવા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છોડવામાં આવશે.
આ પણ વાંચો દાદરાનગર હવેલીના લાયન સફારી પાર્કમાં પ્રવાસીઓને થશે 3 નવા સિંહના દર્શન
2014માં શરૂ થયું બ્રીડિંગ સેન્ટર: એશિયાના સૌથી જુના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વર્ષ 2014માં ભારતીય મૂળના રાખોડી કલરના સંકટ ગ્રસ્ત વરુની પ્રજાતિને બચાવવા માટે બ્રિડીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2021માં સૌથી વધુ સફળતા બચ્ચાના જન્મના દરને લઈને મળી હતી. વર્ષ 2021 માં 60 જેટલા નવજાત બચ્ચાનો જન્મ થયો હતો. જે આજે પણ તંદુરસ્ત જોવા મળે છે. તેવી જ રીતે વર્ષ 2019 માં 09 બચ્ચા વર્ષ 2020 માં 07 મળીને કુલ 86 જેટલા બચ્ચાનો જન્મ થયો છે, જે પૈકીના પુખ્ત થયેલા વરુના બચ્ચાઓને આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં છોડવામાં આવશે. હાલ તમામ પુખ્ત થયેલા વરુને સક્કરબાગના તબીબી અધિકારીઓની હાજરીની વચ્ચે સતત નિરીક્ષણ કરાઈ રહ્યું છે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના આદેશ મળ્યા બાદ તેને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુક્ત કરવામાં આવશે.