ઉપરકોટના કિલ્લામાં પ્રવાસીઓની સુવિધા વધારવા માટે ચિત્તોડગઢના પ્રવાસીના સૂચન જૂનાગઢઃ રાજસ્થાનનું ચિત્તોડગઢ 'કિલ્લાના શહેર' તરીકે ઓળખાય છે. આ શહેરના કેટલાક પ્રવાસીઓએ જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓ કિલ્લામાં સ્થાપત્યની દેખરેખ, અન્ય તકેદારીઓ અને પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાથી પ્રભાવિત થયા હતા. આ રાજસ્થાની પ્રવાસીઓએ ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓની સુવિધા હજૂ પણ કેવી રીતે વધારી શકાય અને ઉપરકોટ કિલ્લાને લગતી માહિતી વધુ સચોટ રીતે પ્રવાસીઓ સુધી પહોંચાડી શકાય તેના સૂચનો કર્યા હતા.
ઉપરકોટમાં સચવાઈ છે ઐતિહાસિક ધરોહરો ઉપરોકોટની કિલ્લાથી પ્રભાવિતઃ ઉપરકોટનો કિલ્લો જૂનાગઢના ઐતિહાસિક અને રાજકીય મહત્વને પાછલી કેટલીક સદીઓથી મજબૂત રીતે સંભાળીને અડીખમ ઉભેલો છે. રિસ્ટોરેશન બાદ અહીંના સ્થાપત્યો અને કિલ્લાની ભવ્યતા બે સદી કરતા પણ પૂર્વેની છે જેને જોઈને પ્રવાસીઓ પણ ખૂબ જ રોમાંચિત થાય છે. જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને રક્ષિત સ્મારકો આજે પણ પ્રવાસીઓને દૂર દૂરથી જૂનાગઢ તરફ ખેંચી લાવે છે. તેથી જ જ્યારે કિલ્લાના શહેર તરીકે ઓળખાતા રાજસ્થાનના ચિત્તોડગઢ ના કેટલાક પ્રવાસીઓએ આજે ઉપરકોટની મુલાકાત લીધી ત્યારે તેઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.
પ્રવાસીઓ માટે લેખિતમાં મૂકવામાં આવી છે વિગતો એતિહાસિક ધરોહરઃ ઉપરકોટના કિલ્લામાં રાણકદેવીનો મહેલ, અડી-કડી વાવ, નવઘણ કુવો, માણેક અને નીલમ તોપ, અનાજ દળવાની મહાકાય ઘંટીઓ સહિત અનેક સ્થાપત્યો ઐતિહાસિક ધરોહર સચવાયેલી છે. આ તમામ સ્થળો પર જે તે જગ્યાને અનુરૂપ તેની વિગતો લખીને મૂકવામાં આવી છે. રાજસ્થાનના ચિત્તોગઢના પ્રવાસીઓ આ વિગતો મેળવી હતી. જો કે તેમને હજૂ પણ પ્રવાસીઓની સુવિધામાં કેવી રીતે વધારો થઈ શકે તેના સૂચનો પણ કર્યા હતા. જેમકે દેશના અન્ય કિલ્લાઓ અને રક્ષિત સ્મારકોની જેમ ઐતિહાસિક જગ્યાઓમાં શ્રાવ્ય માધ્યમથી વિગતો પ્રવાસીઓને મળી રહે તેવી વ્યવસ્થાઓ છે. આવી વ્યવસ્થા ઉપરકોટના કિલ્લામાં શરૂ કરવામાં આવે તો પ્રવાસીઓની સુવિધામાં વૃદ્ધિ થઈ શકે છે.
ઉપરકોટના કિલ્લામાં દરેક ઐતિહાસિક ધરોહરને બહુ જતનથી સંભાળવામાં આવી છે. દરેક મહત્વના સ્થળો પર વિગતે લખાણ કરવામાં આવ્યું છે. જો કે આ ધરોહર વિશે શ્રાવ્ય માધ્યમથી માહિતી પ્રવાસીઓને પૂરી પાડવામાં આવે તો પ્રવાસીઓની સુવિધામાં વધારો થઈ શકે છે...કૈલાશ જગતિયા(પ્રવાસી, ચિત્તોડગઢ, રાજસ્થાન)
- Uttarayan 2024: છ દસકા બાદ પ્રથમ વખત જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં ઉડી પતંગો
- ઉપરકોટનો કિલ્લો જોવા પ્રવાસીઓનો ધસારો, પાંચ દિવસમાં 50,000 કરતાં વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત