જૂનાગઢ, સોમનાથ પંથકમાં સતત વરસાદ જૂનાગઢ :કમોસમી વરસાદનો માર હજુ પણ અવિરત પણે સતત જોવા મળી રહ્યો છે. છેલ્લા દિવસો દરમિયાન વાતાવરણમાં આવેલા અસાધારણ બદલાવને કારણે ઉનાળાના આકરા દિવસો જાણે કે અષાઢી માહોલનું સર્જન થયું હોય તે પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક તાલુકામાં વિશેષ પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :Unseasonal Rains : કચ્છમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતાં વૃક્ષ, વીજપોલ ધરાશાયી, ખેડૂતોને કરાયો અનુરોધ
વાતાવરણમાં અસાધારણ બદલાવ :પાછલા કેટલાક દિવસો દરમિયાન વાતાવરણમાં ખૂબ જ અસાધારણ બદલાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે ગીર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ માવઠા રૂપે વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. સતત બદલાઈ રહેલા વાતાવરણને કારણે ખેડૂતોની સાથે ઉનાળું પાકો પર હવે વિપરીત પરિસ્થિતિને વચ્ચે જજુમી રહ્યો છે, પરંતુ વરસાદ છે કે, માનતો જ નથી. વૈશાખ મહિનામાં અંગ દઝાડતી આકરી ગરમી પડતી હોય છે. બિલકુલ આવા સમયે અષાઢી માહોલ જેવા વાતાવરણમાં પાછલા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો :Amreli News : વરસાદ વરસ્યો છતાં સૌરાષ્ટ્રના એક માત્ર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાક સુરક્ષિત
તાલુકા વિશેષ પ્રભાવિત :કમોસમી વરસાદનો માર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક રીતે જોવા મળતો નથી, પરંતુ જૂનાગઢ જિલ્લા અને શહેર, વિસાવદર, વંથલી તાલુકાના કેટલા ગામોમાં, તેમજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ગીર ગઢડા તાલુકામાં સવિશેષ વરસાદ જોવા મળે છે. આ બંને જિલ્લામાં સૌથી વધુ ત્રણ ઇંચની આસપાસ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ગીર ગઢડા તાલુકાના કેટલા ગામોમાં નોંધાયો છે. જે ખેડૂતોની સાથે હવે લોકોની ચિંતા પણ વધારી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેને લઈને ખેડૂતોની સાથે સામાન્ય લોકોના જીવ પણ ટાળવે ચોટેલા જોવા મળે છે.