જૂનાગઢ : માર્ચ મહિનાની શરૂઆતથી વાતાવરણમાં જોવા મળેલા અનિશ્ચિત અને અસાધારણ બદલાવને કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ માવઠું રૂપે વરસી રહ્યો છે. તેને કારણે ઉનાળુ કૃષિ પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે ગીર વિસ્તારમાં થતી પ્રખ્યાત કેસર કેરીના ઉત્પાદન પર પણ નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રકારે ઉનાળે ચોમાસા જેવા માહોલની વચ્ચે માવઠું ખેડૂતોને બાનમાં લઈ રહ્યું છે. તેમ છતાં રાજ્યના કૃષિ વિભાગે હજુ સુધી ખેડૂતોને કૃષિ પાકોના નુકસાનના વળતર રૂપે ફૂટી કોડી પર વિતરણ કરી નથી. તેને લઈને ખેડૂતોમાં ભારે વસવસો જોવા મળે છે.
ઉનાળુ પાકોને નુકસાન :જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણની સાથે કૃષિ પાકોની વાવેતરમાં એક સમાનતા જોવા મળે છે. બંને જિલ્લામાં ઉનાળા દરમિયાન મગ, અદડ, તલ, બાજરી તેમજ ઉનાળુ મગફળીની સાથે એકમાત્ર ગીર પંથકમાં થતી કેસર કેરીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થાય છે, ત્યારે માવઠા રૂપે વરસેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકોની સાથે કેરીના ઉત્પાદન પર વિપરીત અસરો પડી રહી છે. જેને લઈને ખેડૂતો ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. વરસાદ થવાને કારણે કૃષિ પાકોના પૂરતા અને પોષણક્ષમ બજાર ભાવ ખેડૂતોને મળતા નથી.
આ પણ વાંચો :Unseasonal Rains : કચ્છમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતાં વૃક્ષ, વીજપોલ ધરાશાયી, ખેડૂતોને કરાયો અનુરોધ