ગુજરાત

gujarat

ETV Bharat / state

Friendship Day 2023 : શ્વાનોના સુખ અને દુઃખના સાથી એટલે જૂનાગઢના કુતરાવાળા બાપુ, 40 વર્ષોથી શેરી શ્વાનો સાથે મિત્રતાનું બંધન - Friendship Day 2023

આજે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ છે. મિત્રતાને કોઈ સીમાડા નડતા નથી. પરંતુ જૂનાગઢમાં મિત્રતાની અનોખી દાસ્તાન સામે આવી છે. જુનાગઢ શહેરમાં કુતરાવાળા બાપુ તરીકે ઓળખાતા વૃદ્ધ વ્યક્તિની શહેરના રખડતા શ્વાનો સાથે અનોખી મિત્રતા છે. જે પાછલા 40 વર્ષથી દર વર્ષે સતત મજબૂત બની રહી છે

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 6, 2023, 4:45 PM IST

40 વર્ષોથી શેરી શ્વાનો સાથે મિત્રતા

જૂનાગઢ: દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં મિત્રનું સ્થાન કાયમ માટે ખૂબ જ અદકેરુ અને મહત્વનું હોય છે. પરંતુ જૂનાગઢમાં મિત્રતાની એક અનોખી દાસ્તાન સામે આવી છે. જુનાગઢ શહેરમાં કુતરાવાળા બાપુ તરીકે ઓળખાતા વયોવૃદ્ધ વ્યક્તિની શહેરના રખડતા અને શેરી શ્વાનો સાથેની અનોખી મિત્રતા દિવસને વધુ ઉજાગર કરી રહી છે.

વયોવૃદ્ધ વ્યક્તિની શહેરના રખડતા અને શેરી શ્વાનો સાથેની અનોખી મિત્રતા

40 વર્ષથી સ્વાનો સાથે મિત્રતા: કુતરાવાળા બાપુ તરીકે ઓળખાતા આ વ્યક્તિ શહેરના મોટાભાગના રખડતા સ્વાનો સાથે અનોખી રીતે મિત્રતાના બંધનમાં બંધાયેલા જોવા મળે છે. શ્વાનોના સુખ અને દુઃખના સમયમાં બાપુ શ્વાનોને પરિવારની માફક પ્રેમ કરવાની સાથે તેને ભોજન અને કોઈ પણ શ્વાનનું મોત થયા બાદ તેની અંતિમ વિધિ પણ કરે છે.

શ્વાનનું મોત થયા બાદ તેની અંતિમ વિધિ પણ કરે છે બાપુ

બાપુની શ્વાનો પ્રત્યેની સેવા: 40 વર્ષ પૂર્વે શ્વાનોને લોકો દ્વારા કનડગત કરવાને પગલે કુતરાવાળા બાપુએ શ્વાનો સાથે મિત્રતા સાધીને તેના સુખ અને દુઃખના પ્રસંગોમાં સહિયારો થવાનો પ્રયાસ કર્યો. બાપુની શ્વાનો પ્રત્યેની સેવા અને તેના પ્રત્યેની લાગણીને જોઈને અત્યાર સુધી તેમણે ક્યારેય કોઈ વ્યક્તિ પાસે સહાય માટે હાથ લાંબો કરવો પડ્યો હોય તેવો પ્રસંગ પણ ઊભો થતો નથી. સમગ્ર દિવસ દરમ્યાન શ્વાનોને બિસ્કીટ દૂધની સાથે બીમાર પડ્યા હોય તો દવાનો ખર્ચ પણ બિલકુલ સરળતાથી પૂરો પડે છે. જેમાં જુનાગઢ વાસીઓ પોતાની ઈચ્છાથી તેમને સહાય પણ અર્પણ કરે છે

જૂનાગઢના કુતરાવાળા બાપુ

" પાછળના 40 વર્ષથી શ્વાનો સાથે તેમની અનોખી મિત્રતા છે. મોટા ભાગના રખડતા અને શેરી વિસ્તારોમાં જોવા મળતા શ્વાનો તેમને જોતાજ તેમના તરફ આકર્ષિત થાય છે. લોકોના સહયોગથી તેમને દૂધ બિસ્કીટ અને બીમારીના કિસ્સામાં દવા દારૂથી લઈને કોઈ પણ શ્વાનનું મોત થાય તો તેની અંતિમ વિધિ પર હું કરું છું. - કુતરાવાળા બાપુ, શ્વાન પ્રેમી

  1. Friendship day 2023: આ જુડવા બહેન નહિ પણ મિત્રો છે, જાણો પંદર વર્ષની દોસ્તીની કહાણી
  2. આજે ફ્રેન્ડશીપ ડે પર એક એવા મિત્રની વાત કરીએ જેની દોસ્તી સૌથી અનોખી છે

ABOUT THE AUTHOR

...view details