ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 5:41 PM IST

ETV Bharat / state

ભૂગર્ભ ગટરની પાઇપલાઇનને લઈને જુનાગઢમાં શાસક અને વિપક્ષ જોવા મળ્યા સામસામે

જુનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે ત્યારે બીજા તબક્કાના ગટરના કામને લઈને શાસક અને વિપક્ષ સામસામે જોવા મળી રહ્યા છે. વિપક્ષ શાસક ભાજપ સામે સવાલો ઊભા કરી રહ્યું છે તો શાસક ભાજપ વિપક્ષ પાસે કોઈ પણ કામ નહીં હોવાને કારણે સત્તાપક્ષની નિંદા કરવાનું કામ કરી રહી છે તેવો બચાવ કરી રહ્યો છે.

ભૂગર્ભ ગટરની પાઇપલાઇનને લઈને જુનાગઢમાં શાસક અને વિપક્ષ જોવા મળ્યા સામસામે
ભૂગર્ભ ગટરની પાઇપલાઇનને લઈને જુનાગઢમાં શાસક અને વિપક્ષ જોવા મળ્યા સામસામે

પ્લાસ્ટિકની પાઇપો હવે નવો વિવાદ જન્માવી રહી છે

જુનાગઢ : જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ બીજા તબક્કાનું ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કાના ગટરના કામને લઈને શાસક અને વિપક્ષ સામસામે જોવા મળી રહ્યા છે ભૂગર્ભ ગટરના પાઇપને લઈને વિપક્ષ શાસક ભાજપ સામે સવાલો ઊભા કરી રહ્યું છે તો શાસક ભાજપ વિપક્ષ પાસે કોઈ પણ કામ નહીં હોવાને કારણે સત્તાપક્ષની નિંદા કરવાનું કામ કરી રહી છે તેવો બચાવ કરતી જોવા મળી શકે.

ભૂગર્ભ ગટરને લઈને શાસક વિપક્ષ સામસામે : જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં બીજા તબક્કાનું ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને હવે શાસક અને વિપક્ષ સામસામે જોવા મળી રહ્યા છે. વિપક્ષના કોર્પોરેટર લલિત પરસાણાએ ભૂગર્ભ ગટરના કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર અને અનિયમિતતા થઈ છે. તેઓ સનસનીખેજ આક્ષેપ સત્તાપક્ષ પર લગાવ્યો છે. તો છતાં સત્તાપક્ષ વિપક્ષના આક્ષેપોને પાયાથી નકારીને વિપક્ષ પાસે કોઈપણ પ્રકારનો મુદ્દો રહ્યો નથી એટલે ભૂગર્ભ ગટર અને હવે તેના પાઇપલાઇનને લઈને સત્તાપક્ષ સામે સવાલો કરી રહી છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ તબક્કાનું ભૂગર્ભ ગટરનું કામ હાથ પર લેવાશે. પહેલો તબક્કો પૂરો થઈ ચૂક્યો છે ત્યારે પણ કામોને લઈને વિવાદો થયા હતા. પરંતુ બીજા તબક્કાના કામોમાં ભૂગર્ભ ગટર માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની પાઇપો હવે નવો વિવાદ જન્માવી રહી છે.

પ્લાસ્ટિકના પાઈપો પર સવાલ : જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર લલિત પરસાણા ગટરના પાઇપોને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે. પ્લાસ્ટિકના પાઇપ નાખવાને કારણે તેના પર નવા માર્ગો બનાવવામાં આવ્યા છે. જેથી આ પાઇપો જમીનની અંદર દબાઈ ગયેલા જોવા મળે છે. જેને કારણે ગટરનું પાણી લોકોના ઘરમાં અને રોડ પર બનેલી ચેમ્બરો માંથી બહાર નીકળતું જોવા મળે છે. જે એકમાત્ર નબળા પ્લાસ્ટિકના પાઇપને કારણે બની રહ્યું હોવાનો સત્તા પક્ષ પર આક્ષેપ કરે છે. વધુમાં કામનું મોનિટરિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગુણવત્તા પ્રાપ્ત ઇજનેરો દ્વારા કરવામાં આવતું નથી. માત્ર કોન્ટ્રાક્ટ આપનાર એજન્સીઓ જ કામ કરી રહી છે. જેને લઈને કામની ગુણવત્તા અને કામની ચોકસાઈ પર પણ ખૂબ જ વિપરીત અને માઠી અસરો થઈ રહી છે.

વિપક્ષના તમામ આક્ષેપો નકારતો સત્તા પક્ષ : વિપક્ષે જે રીતે ભૂગર્ભ ગટરને લઈને સત્તાધારી ભાજપ પર સવાલો ઊભા કર્યા છે ત્યારે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ લલિત પરસાણાના આક્ષેપોને પાયાથી નકાર્યા છે અને જણાવે છે કે વિપક્ષ પાસે હવે કોઈ પણ પ્રકારનું કામ રહ્યું નથી એટલે શહેરમાં ચાલતા વિકાસના કામોમાં કોઈ પણ ભોગે રોડા નાખીને કામને અટકાવવું અથવા તો કામમાં આક્ષેપો કરીને લોકોની વચ્ચે જવાનો એકમાત્ર રસ્તો વિપક્ષ ઉઠાવી રહ્યું છે. જૂનાગઢમાં જે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે અને જે પાઇપોની ગુણવત્તા જૂનાગઢમાં નક્કી કરવામાં આવી છે તેજ પ્રમાણેની પાઇપલાઇનનો વડોદરા ગાંધીનગર જામનગર સહિત રાજ્યના અન્ય કોર્પોરેસનોમાં પણ કરવામાં આવી છે. ત્યાંથી કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી. ત્યારે માત્ર જૂનાગઢમાં જ આ પ્રકારની ફરિયાદો ઉભી કરીને વિપક્ષ વિકાસના કામોમાં રોડા નાખવાનું કામ કરી રહ્યો હોવાનું જણાવીને વિપક્ષના આક્ષેપોને પાયાથી નકાર્યા છે.

  1. જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપ લાઇનથી સમગ્ર વિસ્તાર સજ્જ કરવાની કામગીરી શરૂ
  2. Patan News : ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને પાટણમાં નગરપાલિકામાં તોડફોડ, ધારાસભ્ય દોડી આવ્યાં

ABOUT THE AUTHOR

...view details