જૂનાગઢ શહેરમાં મેઘરાજાએ સતત ૧૧ દિવસ સુધી તેમની કૃપા દ્રષ્ટિ વરસાવ્યા બાદ એક અઠવાડિયાનો વિરામ લીધો હતો, આ એક અઠવાડિયાના વિરામ બાદ બુધવારના રોજ સાંજના સાત કલાક બાદ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.
એક અઠવાડિયાના વિરામ બાદ ફરી જૂનાગઢમાં ધોધમાર વરસાદ - Rain News
જૂનાગઢઃ સતત ૧૧ દિવસ સુધી જૂનાગઢમાં વરસેલા મેઘરાજાએ એક અઠવાડિયાનો વિરામ લીધા બાદ આજે ફરી એક વખત શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેને લઇને શહેરમાં ઠેર-ઠેર પાણી જોવા મળ્યું હતું.
એક અઠવાડિયાના વિરામ બાદ ફરી જૂનાગઢમાં ધોધમાર વરસાદ
વરસાદને પગલે જૂનાગઢના માર્ગો પર વરસાદી પાણી જોવા મળી રહ્યા હતાં, ૧૧ દિવસ બાદ મેઘરાજાએ વિરામ લેતા સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગરમી અને બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું, જેને કારણે આજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદ પડવાને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં, તો બીજી તરફ શહેરીજનોને આકરી અને અકળાવનારી ગરમીમાંથી થોડે ઘણે અંશે રાહત પણ મળી હતી.