યાત્રામાં શહેરના નામાંકિત તબીબો, ઉદ્યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા જૂનાગઢ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવતી હોય છે. તેવી જ રીતે હવે જરૂરિયાતમંદોની પડખે આવી છે જૂનાગઢનું સાઈકલિંગ ક્લબ. આ ક્લબે (Junagadh to dwarka Cycle Yatra) જૂનાગઢથી દ્વારકા સુધી 225 કિલોમીટરની સાઈક્લોથોનનું આયોજન (Junagadh to dwarka Cycle Yatra) કર્યું છે. આ સાઈકલ યાત્રા આવતીકાલે (રવિવારે) બપોરે 12 વાગ્યે દ્વારકા મુકામે પૂર્ણ થશે. આજે વહેલી સવારે સ્વામિનારાયણ મંદિરથી જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ યાત્રાને ફ્લેગઑફ આપીને રવાના કરી હતી.
યાત્રામાં જૂનાગઢ તબીબો અને શ્રેષ્ઠીઓ જોડાયા સાયકલ યાત્રામાંઆજે જૂનાગઢથી દ્વારકા યોજાયેલી (Junagadh to dwarka Cycle Yatra) આ સાઈકલ યાત્રામાં જૂનાગઢના નામાંકિત તબીબો ઉદ્યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠિઓ મળીને કુલ 100 જેટલા સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. આ યાત્રામાં જોડાયેલા તમામ સાયકલિસ્ટોએ ખૂબ જ જૂસ્સાભેર જુનાગઢથી દ્વારકા સુધી વહેલી સવારે પ્રયાણ કર્યું હતું.
દ્વારકા સુધીની યાત્રાને સેવા સાયકલ યાત્રા નામ અપાયુંજુનાગઢથી દ્વારકા સુધીની સાયકલ યાત્રાને (Junagadh to dwarka Cycle Yatra) સેવા સાયકલ યાત્રા નામ આપવામાં (Seva Cycle Yatra) આવ્યું છે. જુનાગઢથી દ્વારકા સુધીના 225 કિલોમીટરના વિસ્તારમાં ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકોને શિયાળાની ઋતુને ધ્યાને રાખીને ખાસ તેમની મદદ પણ કરવામાં આવશે. ગત વર્ષે પણ લોકોમાં કોરોના વેક્સિનને લઈને જનજાગૃતિ આવે તે માટે 100 કિમી જુનાગઢથી સોમનાથ સુધીની સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું
દ્વારકાધીશના ચરણોમાં પૂર્ણ થશે યાત્રા આ વખતે સતત બીજા વર્ષે જુનાગઢથી દ્વારકા સુધીની સેવા સાયકલ યાત્રાની (Seva Cycle Yatra) શરૂઆત થઈ છે. લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત બને તંદુરસ્તી એકમાત્ર સ્વાસ્થ્ય જીવનનો વિકલ્પ છે તેવા હેતુ સાથે આ યાત્રા આજે વહેલી સવારે રવાના થઈ છે, જે આજે 7 કલાક બાદ 100 કિલોમીટરનું અંતર સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોરબંદર મુકામે પહોંચશે. ત્યાંથી પોરબંદર જિલ્લા સાયકલ એસોસિએશનના 10 સાયકલિસ્ટો પણ આ યાત્રામાં જોડાશે અને 110 જેટલા સાયકલીસ્ટો આવતીકાલે બપોરના 12 કલાક સુધીમાં દ્વારકાધીશના ચરણોમાં સેવા સાયકલ યાત્રાની પૂર્ણાહુતિ કરશે.