- તલાટીએ તપાસ કરતા તપસ્વી ક્લાસીસમાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી
- ક્લાસીસ સંચાલકને ખુલાસો આપવા કરી તાકીદ
- ખુલાસો આપ્યા બાદ થશે કાર્યવાહી
જૂનાગઢ : શહેરમાં આવેલા એમ. જી. રોડ પર આવેલા તપસ્વી ક્લાસીસમા 10 કરતા વધુ વિદ્યાર્થીઓની હાજરીને લઈને શહેર તલાટી દ્વારા ક્લાસીસ પર તપાસ કરવામાં આવતા અહીં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. જેને લઈને તલાટી દ્વારા ક્લાસીસ સંચાલકને આ બાબતે ખુલાસો આપવાની તાકીદ કરવામાં આવી હતી.
તપસ્વી ક્લાસીસ ખાતે તલાટીએ તપાસ કરી, સંચાલક પાસે માંગ્યો ખુલાસો કોરોના કાળમાં સરકારના જાહેર નામાનો ભંગ
સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ક્લાસીસ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે તપસ્વી ક્લાસીસના સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને જૂનાગઢ શહેર તલાટી દ્વારા સંચાલકને નોટિસ આપીને આગામી દિવસોમાં ખુલાસો કરવાની તાકીદ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલાને લઈને ક્લાસીસના સંચાલક દ્વારા મંગળવારે ખુલાસો કરવામાં આવશે. જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.