ગુજરાત

gujarat

ETV Bharat / state

Union Budget 2023 : સરકાર EPS પેન્શનમાં વધારો કરે તેવી સિનિયર સિટીઝનની અપેક્ષા - 2023 Budget

સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે હવે આવતીકાલે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું (Union Budget 2023) અંદાજપત્ર રજૂ કરશે. તો હવો આ બજેટમાં જૂનાગઢના સિનિયર સિટીઝન અને પેન્શનર્સને (Junagadh Senior Citizen Pensioners Expectations ) પણ અનેક આશા અપેક્ષા છે. ત્યારે ETV Bharatના સંવાદદાતાએ આ અંગે માહિતી મેળવી હતી.

Union Budget 2023 સરકાર EPS પેન્શનમાં વધારો કરે તેવી સિનિયર સિટીઝનની અપેક્ષા
Union Budget 2023 સરકાર EPS પેન્શનમાં વધારો કરે તેવી સિનિયર સિટીઝનની અપેક્ષા

By

Published : Jan 31, 2023, 3:30 PM IST

બજેટ ગૃહિણીલક્ષી હોય તો સારુંઃ

જૂનાગઢઃકેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમન આવતીકાલે વર્ષ 2023-24 માટેનું સામાન્ય અંદાજપત્ર રજૂ કરશે. ત્યારે જૂનાગઢના સિનિયર સિટીઝન અને પેન્શનરો દ્વારા આવકવેરાની મર્યાદામાં વધારો પેન્શનરોને મળતી આરોગ્ય સેવામાં 10,00,000ની જગ્યા પર અમર્યાદિત તેમ જ રેલવેમાં મળતી રાહતની સુવિધાઓ ફરી બહાલ રાખવામાં આવે તેવી બજેટમાં અપેક્ષાઓ રાખી રહ્યા છે.

આ પણ વાંચોBudget 2023 Expectations: કેન્દ્રીય બજેટને લઈને રાજકોટમાં નોકરિયાત વર્ગની શું છે આશા અપેક્ષા?

આવક વેરો અને વ્યાજની મર્યાદામાં કરાયો વધારોઃવર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલાનું આ અંતિમ બજેટ હશે. ત્યારે કેન્દ્રિય અંદાજપત્રમાં સિનિયર સિટીઝન અને પેન્શનરો માટે વિશેષ સવલતો અને રાહતો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષાઓ જુનાગઢના સિનિયર સિટીઝન અને પેન્શનરો રાખી રહ્યા છે. સતત વધતી મોંઘવારીમાં ઘટી રહેલો વ્યાજનો દર સિનિયર સિટીઝન માટે ચિંતાનું કારણ છે. તો વધુમાં આવકવેરાની મર્યાદા છે તેમાં વધારો કરવામાં આવે તો કરદાતાની સંખ્યામાં વધારો થશે. આના કારણે દેશના રાજસ્વ પર હકારાત્મક અસરો પડશે ત્યારે સિનિયર સિટીઝનોને મળતા આવકવેરાની મર્યાદામાં વધુ રાહતની સાથે બેન્કના વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તેવી માગ જુનાગઢના સિનિયર સિટીઝનો અને પેન્શનરો અપેક્ષા રાખી રહ્યા છે.

બજેટ ગૃહિણીલક્ષી હોય તો સારુંઃજૂનાગઢના સિનિયર સિટીઝનો અને પેન્શનરો આગામી બજેટને ગૃહિણીલક્ષી બનાવવામાં આવે તેવી અપેક્ષા પણ રાખી રહ્યા છે. બજેટની દરખાસ્તો સામાન્ય રીતે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પર ખૂબ મોટી અસર થતી હોય છે. ત્યારે આ 2 વર્ગને ધ્યાને રાખીને સામાન્ય અંદાજપત્રમાં નાણાકીય દરખાસ્તો કરવામાં આવે તેવી અપેક્ષા છે. કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમન પોતે મહિલા હોવાના કારણે લોકસભાની ચુંટણી પૂર્વેનું અંતિમ બજેટ મહિલાલક્ષી રજૂ કરે તેવી અપેક્ષા પણ છે.

રેલવેની સેવાઓ બહાલ કરવામાં આવેઃકોરોના સંક્રમણ કાળમાં સિનિયર સિટીઝનો માટે રેલવેમાં મળતી તમામ સવલતો પાછલા 3 વર્ષથી સદંતર બંધ કરી દેવામાં આવી છે, જેને ફરીથી પૂર્વવત્ કરવામાં આવે તેવી દરખાસ્ત બજેટમાં કરવામાં આવે તેવી અપેક્ષા સિનિયર સિટીઝનો રાખી રહ્યા છે. વધુમાં તબીબી સવલતો માટે જે સુવિધા અને રાહત સિનિયર સિટીઝનોને આવકની મર્યાદામાં આપવામાં આવે છે. તેમાં અમર્યાદિત આવક જેવો સુધારો કરવાની પણ માગ સિનિયર સિટીઝન રાખી રહ્યા છે. વધુમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરીને તેને 5,000 સુધીની લઈ જવાની માગ પણ સિનિયર સિટીઝન કરી રહ્યા છે.

ઈપીએસ પેન્શનમાં થાય વધારોઃમોટા ભાગના કર્મચારી વર્ગ ઈપીએસ પેન્શન યોજના અંતર્ગત સામેલ કરવામાં આવે છે. 40 વર્ષ સુધી કે તેની આસપાસ સરકારી સેવાઓ બજાવ્યા બાદ તેમના દ્વારા જમા થયેલી રકમમાં સરકાર વ્યાજ ઉંમેરીને 60 વર્ષ બાદ નિવૃત કર્મચારીને 25થી 30 લાખ આપતી હોય છે, પરંતુ ઈપીએસ પેન્શન ખૂબ જ મામૂલી કહી શકાય તેવું 2થી 5 હજારની આસપાસ મળે છે. મોંઘવારીના સમયમાં ઈપીએસ પેન્શનમાં અન્ય કર્મચારીઓની માફક વધારો કરવાની માગ પણ સિનિયર સિટીઝન કરી રહ્યા છે.

મોંઘવારીમાં ઘટાડો થાય તેવી આશાઃ વધુમાં બજેટની દરખાસ્તોમાં મોંઘવારીને કાબુ કરી શકાય અને તેમાં નિશ્ચિત સમયે ઘટાડો કરી શકાય તે પ્રકારની બજેટની દરખાસ્તો કરવામાં આવે તો સીધી નહીં તો આડકતરી રીતે પણ સિનિયર સિટીઝનો અને પેન્શનરો માટે સામાન્ય અંદાજપત્ર આશીર્વાદ સમાન બનશે તેવો મત જુનાગઢના પેન્શનરો અને સિનિયર સિટીઝનો રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details