ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ રેન્જ આઈ.જી મનીંદર સિંહ પવારે ગીર સોમનાથમાં યોજ્યો વાર્ષિક લોક દરબાર - Lok Darbar was held at Veraval, the headquarters of Gir Somnath district

જૂનાગઢ: ગીર સોમનાથ જીલ્લાના મુખ્યમથક વેરાવળ ખાતે જૂનાગઢ પોલીસ રેન્જ આઇ.જીનો લોક દરબાર યોજાયો હતો. જેમાં જિલ્લાના રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનો સાથે તેમણે સીધી વાતચીત કરી હતી. તેમજ તેમના મતો, અભિપ્રાય અને પોલીસ પ્રત્યેનો લોકોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં વેરાવળ શહેરના વધતા જતા વિસ્તારના કારણે બી.ડિવિઝન પોલીસ સ્ટેશન બનાવવા માગ ઉઠી હતી.

jnd
જૂનાગઢ

By

Published : Dec 7, 2019, 4:38 AM IST

Updated : Dec 8, 2019, 5:11 PM IST

જૂનાગઢ પોલીસ રેન્જના પોલીસ મહા નિરીક્ષક તરીકે નવનિયુક્ત આવેલા મનીંદરસિંહ પવાર સાહેબનો પ્રથમ વખત ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ ખાતે લોકદરબાર યોજવામાં આવેલ હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના રાજકીય , સામાજિક અને શૈક્ષણિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ રેન્જ આઈ.જી મનીંદર સિંહ પવારે ગીર સોમનાથમાં યોજ્યો વાર્ષિક લોક દરબાર

જેમાં નવા સિમાંકન પ્રમાણે હાલ નગરપાલિકાનો વિસ્તાર વધેલ હોવાથી શહેરના મુખ્ય 80 ફૂટ રોડ પર પોલીસ સ્ટેશન બનાવવામાં આવે, તેમજ જૈન ધરમના સાધુ સંતો વિહારમાં જતા હોય ત્યારે પોલીસ સુરક્ષા આપવામાં આવે તેમજ રેયોન કંપની મોટુ પ્રદુષણ ફેલાવી રહી છે. તે બાબતે રજૂઆત કરાઇ હતી. ંઆ સહીતની રજૂઆતો આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતી. જેના જવાબમાં ડીઆઇજી મનીંદરસિંહ પવાર દ્વારા આ તમામ બાબતોની સમીક્ષા બેઠક બોલાવાશે. તેમજ વહેલી તકે તમામ પ્રશ્રોનું નિવારણ આવશે .

Last Updated : Dec 8, 2019, 5:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details