ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Rain : જૂનાગઢમાં મનપાની નોંધારી નીતિ ગણાવી, નરસિંહ મહેતા સરોવરનું પાણી ઘરમાં ઘૂસી જતા લોકો હેબતાઈ ગયા - જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર

જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરનું વરસાદનું પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું છે. અચાનક ઘરમાં પાણી ઘુસી જતા લોકો હેબતાઇ ગયા હતા. દૂરવેશનગર અને લક્ષ્મીનગરમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. સ્થાનિકોએ મનપાની નોંધારી નીતિને હોવાના આક્ષેપ કર્યા છે.

Junagadh Rain : જૂનાગઢમાં મનપાની નોંધારી નીતિ ગણાવી, નરસિંહ મહેતા સરોવરનું પાણી ઘરમાં ઘૂસી જતા લોકો હેબતાઈ ગયા
Junagadh Rain : જૂનાગઢમાં મનપાની નોંધારી નીતિ ગણાવી, નરસિંહ મહેતા સરોવરનું પાણી ઘરમાં ઘૂસી જતા લોકો હેબતાઈ ગયા

By

Published : Jun 30, 2023, 4:07 PM IST

જૂનાગઢમાં મનપાની નોંધારી નીતિ ગણાવી, નરસિંહ મહેતા સરોવરનું પાણી ઘરમાં ઘૂસી જતા લોકો હેબતાઈ ગયા

જૂનાગઢ : શહેરમાં ધોધમાર 11 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકો હવે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા છે. નરસિંહ મહેતા સરોવરનું વરસાદનું પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે લોકો કંઈ પણ સમજે તે પહેલાં જ ધસમસતો પાણીનો પ્રવાહ તેમના ઘર સુધી પહોંચી ગયો હતો. એક સમયે આ વિસ્તારના દૂરવેશ નગર અને લક્ષ્મીનગર વિસ્તારના મકાનોની અંદર બે ફૂટ જેટલું વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. આ વિસ્તારના લોકોએ નુકસાની અને મુશ્કેલીને લઈને જૂનાગઢ મનપાની નોંધારી નીતિને કારણે થયું હોવાનું જણાવી રહ્યા છે.

નરસિંહ મહેતા સરોવરનું પાણી ઘરમાં ઘૂસી જતા લોકો હેબતાઈ ગયા

છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત સર્જાઈ મુશ્કેલી :નરસિંહ મહેતા સરોવરની આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ પ્રકારની મુશ્કેલીનો સામનો ક્યારેય કરવો પડ્યો ન હતો, પરંતુ તળાવના બ્યુટીફિકેશનના કામને લઈને જે રીતે અણ આવડત છતી થઈ છે. તેને કારણે પ્રથમ વરસાદમાં જ માનવસર્જિત મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો હતો.

ઘરમાં દવાથી લઈ અને પીવાના પાણી સુધીનું નુકસાન થયું છે. નાના બાળકોને અન્ય સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત સ્વયં કરવા પડ્યા છે. જે જૂનાગઢ મનપાની અણ આવડત ભરી નીતિને કારણે તેઓને આવી મુશ્કેલની પરિસ્થિતિમાંથી પસાર થવાનો સમય જોવો પડ્યો છે. - પૂજા ઠક્કર (સ્થાનિક દૂરવેશ નગર)

પાણીનો પ્રવાહ ધીમો થયો પણ : તો બીજી તરફ છેલ્લા 30 વર્ષથી અહીં રહેતા સંચાણિયા પરિવારને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જે રીતે અચાનક આવેલું વરસાદનું પાણી જોઈને તેઓ હેબતાઇ ગયા હતા. કંઈ પણ વિચાર આવે તે પહેલા પ્રથમ માળે પરિવારના તમામ સદસ્યો સુરક્ષિત બન્યા હતા. કુદરતી મહેરની વચ્ચે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટતા પાણીનો પ્રવાહ મર્યાદિત થયો, પરંતુ આ સમય દરમિયાન ઘરની કેટલીક ચીજવસ્તુ અને વાહનોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે.

  1. Gir Somnath Rain: ઉનામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર સ્થિતિ, ઠંડક પ્રસરતા લોકોમાં લીલા લહેર
  2. Bhavnagar Rain : એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મહિલાઓ બાળકો લૂંટી વરસાદની મજા
  3. Vadodara Rain : વડોદરામાં 2 કલાક ભારે વરસાદ ખાબકતા રોડ રસ્તા સ્વિમિંગ પુલ બન્યા, બાળકોએ મસ્તીઓ લૂંટી

ABOUT THE AUTHOR

...view details