જૂનાગઢ આર.આર.સેલના દરોડા, બિલ વિનાના મોબાઈલનો જથ્થો ઝડપી પાડયો - Gujarati News
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળમાં આર.આર.સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં બિલ વગરના કુલ 13 મોબાઈલ સહિત 32,900નો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરવામાં આવી હતી.

જૂનાગઢ આર.આર.સેલ ના માંગરોળમાં દરોડા , બિલ વિનાના મોબાઈલો ઝડપી પાડયો
પોલીસે મુદામાલ સહિત આરોપી કરિમ ઉમરભાઈ ઘીવાળાને પકડી આગળની તપાસ હાથ ધરી છે. ખાસ કરી જોઈએ તો હાલના જમાનામાં મોબાઇલની દુનિયા છે, તેવું કહી શકાય મોબાઇલ વગર માણસને ચાલતું નથી. ત્યારે માંગરોળમાં મોબાઇલનો ગોરખ ધંધો ચાલી રહયો છે અને તેમાં પણ બીલ, બોક્ષ વગરના મોબાઇલો વેચાતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને મોડી રાત્રે જૂનાગઢ આર.આર,સેલ એ માંગરોળમાં રેડ કરતાં 13 મોબાઇલ બીલ વગરના કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને હાલ આ મોબાઇલ કયાંથી આવ્યા? ગેર કાયદેસર છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ આર.આર.સેલ ના માંગરોળમાં દરોડા , બિલ વિનાના મોબાઈલો ઝડપી પાડયો