ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ પોલીસે આજે માસ્ક ડ્રાઇવનું કર્યું આયોજન, માસ્ક વગર ફરતા લોકોને વિનામૂલ્યે આપ્યા માસ્ક - માસ્ક વગર ફરતા લોકો

જૂનાગઢ પોલીસે આજે માસ્કનું આયોજન કર્યું છે. શહેરમાં માસ્ક વગર ફરતા લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરીને માસ્કની અગત્યતા અને જરૂરિયાત અંગે માસ્ક વગર ફરતા લોકોને માસ્ક આપીને તેને જાગૃત કર્યા હતા. જેમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા.

જૂનાગઢ પોલીસે આજે શહેરમાં માસ્ક ડ્રાઇવનું કર્યું આયોજન માસ્ક વગર ફરતા લોકોને વિનામૂલ્યે આપ્યા માસ્ક
જૂનાગઢ પોલીસે આજે શહેરમાં માસ્ક ડ્રાઇવનું કર્યું આયોજન માસ્ક વગર ફરતા લોકોને વિનામૂલ્યે આપ્યા માસ્ક

By

Published : Dec 13, 2020, 3:11 PM IST

  • જૂનાગઢ પોલીસે આજે માસ્ક ડ્રાઇવનું કર્યું આયોજન
  • માસ્ક વગર ફરતા લોકોને વિનામૂલ્યે માસ્કનું કર્યું વિતરણ
  • માસ્ક વિતરણ કરીને લોકોને કોરોના અને માસ્ક અંગે આપી જાણકારી


જૂનાગઢ : આજે શહેરમાં પોલીસ માસ્ક ડ્રાઇવ પર નીકળી હતી. સતત વધી રહેલા કોરોનાને ધ્યાને રાખીને માસ્ક એક માત્ર કોરોના સામે રક્ષણ પૂરું પાડે છે. તેને લઈને લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે માસ્ક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના એ ડિવિઝનથી પોલીસ કર્મચારી અને અધિકારીઓએ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. સતત વધી રહેલ કોરોના સંક્રમણ ચિંતાનો વિષય બન્યો છે. તેમ છતાં લોકો હજુ પણ માસ્કને ગંભીરતાપૂર્વક લેતા નથી.

જૂનાગઢ પોલીસે આજે શહેરમાં માસ્ક ડ્રાઇવનું કર્યું આયોજન માસ્ક વગર ફરતા લોકોને વિનામૂલ્યે આપ્યા માસ્ક
માસ્ક વગર જોવા મળતાં લોકોને વિનામૂલ્યે પોલીસે આપ્યા માસ્ક
માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવા સુધીની જોગવાઇ કરવામાં આવી છે. તેમ છતાં લોકો હજુ સુધી માસ્ક પહેરવાને લઇને જાગૃતતા બતાવતા નથી. ત્યારે જૂનાગઢ પોલીસે માનવતા ભર્યો હકારાત્મક નિર્ણય કરીને આજે માસ્ક વગર ફરતા લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરીને જાગૃતતા આવે તે માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ જો આગામી દિવસોમાં લોકો પોલીસના આ માનવતા ભર્યા અભિગમને પણ અવગણશે તો આગામી દિવસોમાં પોલીસ માસ્ક વગરના લોકોને દંડ કરવા સુધીની કાર્યવાહી પણ કરતી જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details