જૂનાગઢપોલીસને (Junagadh Police) મોટી સફળતા મળી છે. ગુજરાત સહિત રાજસ્થાનના મળીને કુલ 43 ગુન્હામાં આજીવનકેદની સજા (lifetime imprisonment Accused)પામેલો અને ભુજની જેલમાં (District Jail Bhul) બંધ રહેલો પાકા કામનો કેદી કારા કરમટા પાંચ વર્ષ પૂર્વે ભુજ જેલમાંથી પેરોલ મેળવીને ફરાર થયો હતો. જેને પકડી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે. પલાસવા નજીકથી કારા કરમટાને જૂનાગઢ પોલીસે હથિયાર સાથે પકડી પાડીને પાંચ વર્ષથી ફરાર પાકા કામના કેદીને ફરી પોલીસ પકડમાં લીધો છે.
મોટી સફળતાજુનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે. પાંચ વર્ષ પૂર્વે ભુજ ની જેલ માંથી પેરોલ મેળવીને ફરાર થયેલો આજીવન કેદનો પાકા કામના કેદી કારા કરમટા જૂનાગઢના પલાસવા ગામ(Palaswa village of Junagadh) નજીકથી પોલીસના હાથે ફરી એક વખત ઝડપાઈ ગયો છે. પાછલા પાંચ વર્ષથી ફરાર પાકા કામનો કેદી કારા કરમટા જુનાગઢ વિસ્તારમાં હોવાની પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસે જૂનાગઢના પલાસવા નજીક તપાસકરતા કારા કરમટા હથિયાર સાથે જોવા મળતા તાલુકા પોલીસે તેની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2017માં ભુજની જેલમાં બંધ કારા કરમટા પેરોલ લઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો. જે આજે ફરી એક વખત પોલીસ પકડમાં જોવા મળી રહ્યો છે.