- જૂનાગઢમાંથી પકડાયેલી લૂંટેરી દુલ્હનના કેસમાં પોલીસને મળી વધુ મોટી સફળતા
- ગુજરાતમાં બોગસ દસ્તાવેજ અને નામ ધારણ કરીને રહેતી હોવાની વિગતો સામે આવી
- પોલીસે રિમાન્ડ દરમિયાન યુવતી પાસેથી માહિતી એકત્ર કરી
જૂનાગઢ:થોડા દિવસ અગાઉ જૂનાગઢના આંબલીયા ગામના એક યુવક સાથે એક યુવતીએ લગ્ન કરીને બે લાખ કરતાં વધુનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગઈ હતી. જેને ધ્યાને લઈને પોલીસે લૂંટેરી દુલ્હન સહિત તેમના નકલી માતા-પિતા અને અન્ય એક મદદગાર વ્યક્તિની અમદાવાદ ભાવનગર અને રાજકોટ એમ અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરી હતી. આરોપીઓની પોલીસ રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ કરતા યુવતી ગુજરાતમાં ખોટા દસ્તાવેજ અને નામ ઊભું કરીને રહેતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ત્યારે, તમામ પાંચ આરોપીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે શુક્રવારે કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો:ગોંડલના યુવાનો બન્યા લુટેરી દુલ્હનનો શિકાર, મહિલાએ 3 વર્ષના બાળકને પણ વેંચી માર્યો