- રાત્રિ કરફ્યુના ભંગ બદલ 9 લાખ કરતા વધુનો દંડ વસૂલ્યો
- છેલ્લા 24 ક્લાકમાં 400થી વધુ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં ભરવાની કામગીરી હાથ ધરી
- 170 કરતાં વધુ વાહનો પણ પોલીસે કર્યા જપ્ત
જૂનાગઢઃ સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે રાજ્યના મહાનગરોમાં રાત્રિના 8 વાગ્યા પછી રાત્રી કરફ્યૂની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢ પોલીસ રાત્રિ કરફ્યૂ દરમિયાન સતત પેટ્રોલિંગ કરતી હોય છે. તેમ છતાં, કેટલાક લોકો રાત્રિ કરફ્યૂનો ભંગ કરીને બજારમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. આવા પ્રત્યેક વ્યક્તિઓ સામે જૂનાગઢ પોલીસ હવે આકરી બની છે અને કરફ્યૂનો ભંગ કરતા પ્રત્યેક વ્યક્તિ સામે અટકાયતી પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે.
આ પણ વાંચોઃકોરોના ગાઇડલાઇનો ભંગ કરતા 7 લોકોની જૂનાગઢ રેલવે સ્ટેશનથી અટકાયત