ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનના અમલને લઇ હવે જૂનાગઢ પોલીસે લીધી ત્રીજી આંખની મદદ - Corona Virus Updatess

હાલ સમગ્ર દેશની સાથે જૂનાગઢમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, પરંતુ કેટલાક ટીખળખોર વ્યક્તિઓ અને અણસમજુ લોકો લોકડાઉનને મજાકનું પાત્ર બનાવી રહ્યા હતા. જેથી પોલીસે આવા તત્વોને પકડી પાડવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી છે.

Etv Bharat, Gujarati News, Junagadh News, Corona Virus, Covid 19, Junagadh PoliceEtv Bharat, Gujarati News, Junagadh News, Corona Virus, Covid 19, Junagadh Police
જૂનાગઢ પોલીસે સમગ્ર વિસ્તારમાં હાથ ધર્યું ડ્રોન કેમેરામાં મારફત સર્વેલન્સ

By

Published : Mar 29, 2020, 3:22 PM IST

જૂનાગઢ: સમગ્ર દેશમાં રવિવારે લોકડાઉનનો પાંચમો દિવસ છે. ગત ચાર દિવસ સુધી લોકડાઉનને લઈને પોલીસની ઉદાર નીતિનો કેટલાક વ્યક્તિઓ, યુવાનો અને અણસમજુ લોકો કાયદાથી વ્યવસ્થાને મજાકના રૂપમાં લેતા હોય તેવી વિગતો જૂનાગઢ પોલીસને પ્રાપ્ત થઈ હતી. જેથી આવા ટીબળખોર યુવાનોને પકડી પાડવા માટે જૂનાગઢ પોલીસ સતર્ક બની છે.

જૂનાગઢ પોલીસે ત્રીજી આંખ સમા ડ્રોન કેમેરાની મદદ લઈને આવા લોકોને પકડી પાડવા માટે અભિયાન હાથ ધર્યું છે. પોલીસના આ અભિયાનમાં જૂનાગઢ LCB, SOG અને C- ડિવિઝન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ શહેરના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગની સાથે ડ્રોન કેમેરાથી પણ સમગ્ર વિસ્તારની હલચાલનો તાગ મેળવવા માટે આજથી સમગ્ર જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

લોકડાઉનના અમલને લઇને હવે જૂનાગઢ પોલીસે લીધી ત્રીજી આંખની મદદ

આ પેટ્રોલિંગ દરમિયાન કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓ શંકાસ્પદ હલચાલ કરતા હશે તેમજ લોકડાઉન અને જાહેરનામાના ભંગના કિસ્સામાં આવા વ્યક્તિઓ સામે કેમેરામાં પ્રાપ્ત થયેલા દ્રશ્યો મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ પોલીસ વિભાગ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details