- જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા
- દાહોદ વિસ્તારની ચડ્ડી-બનિયાનધારી ગેંગના પાંચ સભ્યોને પકડી પડાયા
- ગેંગ પાસેથી 2.06 લાખ રોકડા, 6.79લાખના સોના ચાંદીના દાગીના મળીને અંદાજિત 8.86 લાખનો મુદ્દામાલ જપ્ત
- જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યના 40 કરતાં વધુ ગુના ઉકેલાયા
જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગનોના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા - જૂનાગઢ પોલીસને સફળતા
જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. દાહોદની ચડ્ડી બંડીધારી ગેંગના પાંચ સભ્યોને અંદાજિત નવ લાખ જેટલી રોકડ અને દાગીના સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બાતમીને આધારે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ચડ્ડી-બનિયાનધારી ગેંગના પાંચ સભ્યો પોલીસ હાથે ચડી જતાં જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યના 40 કરતાં વધુ ગુનાઓને ઉકેલવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે.

દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગનોના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા
જૂનાગઢઃ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. દાહોદના લીમખેડા વિસ્તારની ચડ્ડી-બનિયાનધારી ગેંગના પાંચ સભ્યોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલી ગેંગ પાસેથી 2.06 લાખ રોકડ 6.79 લાખ સોના ચાંદીના દાગીના મળીને કુલ 8.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી આ ગેંગ જૂનાગઢ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને પોલીસની ઉંઘ હરામ કરી હતી. જેને લઇને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને આ ગેંગને પકડી પાડવામાં સફળતા મેળવી છે.
દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગનોના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા