છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં આવેલા ટ્રાંન્સપોર્ટના ગોડાઉનમાં ચોરી ઘટનાઓ વધી રહી હતી, જેને લઈને જૂનાગઢ પોલીસ પણ ચિંતામાં હતી ત્યારે ગત 17મી તારીખે જૂનાગઢ રાજકોટ રોડ પર આવેલા ટ્રાંન્સપોર્ટના 3 ગોડાઉનમાં ચોરીની મોટી ઘટના સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. જૂનાગઢ એસપી દ્વારા ચોરીની ઘટનાને લઈને બે અલગ અલગ ટિમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી ત્યારે પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જૂનાગઢમાં ચોરીને અંજામ આપીને ફરાર થયેલી ચોર ટોળકી મહારાષ્ટ્રના બદલાપૂર વિસ્તારમાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વેશ બદલીને બદલાપૂર જીઆઈડીસીમાં તપાસ કરતા તમામ 6 આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
જૂનાગઢ પોલીસને મળી ચોર ટોળકીને પકડવામાં સફળતા, મહારાષ્ટ્રમાંથી 6 આરોપી પકડી પાડ્યા - junagadh police
જૂનાગઢઃ પોલીસને રવિવારના રોજ મોટી સફળતા મળી હતી. ગત 17મી તારીખે જૂનાગઢ-રાજકોટ રોડ પર આવેલા ટ્રાન્સપોર્ટના 3 ગોડાઉનમાં ચોરી થયાની પોલીસ ફરિયાદ મળી હતી, જેને પગલે જૂનાગઢ પોલીસે 6 જેટલા આરોપીની બદલાપૂર મહારાષ્ટ્રમાંથી પકડવામાં સફળતા મળી હતી.
જૂનાગઢ પોલીસને મળી ચોર ટોળકીને પકડવામાં સફળતા
જૂનાગઢ પોલીસ દ્વારા મહારાષ્ટ્રના બદલાપૂરમાંથી પકડવામાં આવેલા 6 આરોપી પૈકી 5 ગોધરા અને 1વડોદરાનો હોવાનું બહાર આવ્યું હતું. આ ગેંગ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હશે જેને લઈને જૂનાગઢ પોલીસ શંકાને આધારે વધુ તપાશ હાથ ધરી છે.