- દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયો
- જૂનાગઢ પોલીસે વંથલી રોડ પરથી યુવકને ઝડપી પાડ્યો
- પોલીસે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
જૂનાગઢઃ પોલીસે વંથલી રોડ પરથી દેશી બનાવટની પિસ્તોલ તેમજ એક કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસને જૂનાગઢ-વંથલી રોડ પર શંકાસ્પદ હિલચાલ કરતા એક યુવાન પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા યુવકની પૂછપરછ કરતા તેમની પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવતા તે યુવકની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરત: નિયોલ ચેકપોસ્ટ પાસેથી દેશી તમંચા અને છરા સાથે એકની ધરપકડ