ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ પોલીસે ચાર ઇસમોની દેશી હાથ બનાવટના હથિયાર સાથે ધરપકડ કરી

જૂનાગઢ પોલીસે શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા બે શખ્સોને પંચેશ્વર વિસ્તારમાંથી હાથ બનાવટના તમંચા અને હથિયાર સાથે 4 કૂખ્યાત ઇસમોને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હથિયાર મળી આવ્યા

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

By

Published : Apr 25, 2021, 9:16 AM IST

  • જૂનાગઢ પોલીસે પૂર્વ બાતમીને આધારે ચાર શખ્સોને ઝડપ્યા
  • જૂનાગઢ પોલીસે ચાર કુખ્યાત આરોપીને ઝડપી પાડયા
  • ચારેય ઈસમો ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં પોલીસ ધરપકડ કરી

જૂનાગઢ :જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાંથી ચાર જેટલા ઈસમોને દેશી હાથ બનાવટના તમંચા, પિસ્તોલ સાથે કૂલ રૂપિયા 26 હજાર કરતા વધૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પંચેશ્વરમાં જઈને ઇસમોની ધરપકડ કરી

પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ખાડિયા વિસ્તારમાં રહેતા બે ઈસમો જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં હાથ બનાવટના હથિયાર સાથે જોવા મળી રહ્યા છે. જેને લઇને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પંચેશ્વરમાં જઈને આ બંન્ને ઈસમોની હાથ બનાવટના દેશી તમંચા અને પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી.

દેશી હાથ બનાવટના હથિયાર સાથે ધરપકડ

આ પણ વાંચો : મહેસાણામાંથી હથિયાર સાથે ધાડપાડુ ગેંગ ઝડપાઇ, 5 લાખનો મુદ્દામાલ જપ્ત


દાતાર રોડ પર મનોજ નામનો એક ઈસમ બે તમંચા સાથે મળી આવ્યા


હથિયાર સાથે પકડાયેલા ખાડિયાના કૂખ્યાત મુકા નામના ઈસમની પોલીસે પૂછપરછ કરતા વધૂ કેટલાક ઇસમો પાસે હાથ બનાવટના ગેરકાયદેસર હથિયાર હોવાની વિગતો પોલીસને મળી હતી. જેને લઇને પોલીસે તપાસ કરતા દાતાર રોડ પર મનોજ નામનો એક ઈસમ બે તમંચા સાથે મળી આવ્યો હતો.

દેશી હાથ બનાવટના હથિયાર સાથે ધરપકડ

આ પણ વાંચો : ઔરંગા બ્રિજ નજીક કારમાંથી હથિયાર મળી આવ્યા, 6 યુવાનોની ધરપકડ

ગેરકાયદે હથિયાર રાખવાના અને વેચવાના ગુનામાંચાર વ્યક્તિઓ ધરપકડ કરી

તે ઇસમોની પૂછપરછ કરતા તેમણે આ તમંચો ભેસાણ તાલુકાના ગળથ વિસ્તારમાંથી રમેશ નામના ઈસમ પાસેથી ખરીદ કર્યો હોવાની માહિતી મળતા પોલીસે રમેશને પણ અટકાયત કરી છે. એક સાથે ચાર વ્યક્તિઓ ગેરકાયદે હથિયાર સાથે રાખવાની અને વેચવાના ગુનામાં પોલીસે પકડી પાડયા છે.

ABOUT THE AUTHOR

...view details