જૂનાગઢમાં ધનતેરસના દિવસે લોકોએ કિંમતી ધાતુઓની ખરીદી કરીને શુકનને સાચવ્યું - હિન્દુ શાસ્ત્રમાં આપણી ધાર્મિક પરંપરા
જૂનાગઢઃ જિલ્લામાં ધનતેરસનો પાવન પ્રસંગ આજના દિવસે હોય જેથી કિંમતી ધાતુ ખરીદ કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. આજે લોકોએ સોના સહિતની કિંમતી ધાતુની ખરીદી કરીને ધનતેરસને શુભ શુકન કર્યા હતાં.
junagadh
25/10/2019 શુક્રવાર ધનતેરસનો પાવન પ્રસંગ છે. હિન્દુ શાસ્ત્રમાં આપણી ધાર્મિક પરંપરાઓ મુજબ ધનતેરસના દિવસે કિંમતી ધાતુઓની ખરીદીને શુભ શુકનના રૂપમાં માનવામાં આવે છે. જેને લઈને જૂનાગઢની સોની બજારમાં લોકોએ ધનતેરસના શુભ મુહૂર્તમાં કિંમતી ધાતુઓની ખરીદી કરીને ધનતેરસનુ મુહૂર્ત સાચવ્યું હતું. સોનાને રોકાણના રૂપમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ સોનામાં કરેલું રોકાણ સમય વિતતા સારુ આર્થિક લાભ પણ કરાવી શકે છે. જેના પગલે આજના દિવસે લોકોએ સોનાની ખરીદી કરી હતી.