ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ: મહિલાઓ માટે અનોખી સ્પર્ધાનું આયોજન, વસ્ત્ર પરિધાન સાથે તેને સંલગ્ન ભોજન બનાવવાની ચેલેન્જ - Junagadh Organizing a unique competition

નારી શક્તિ મંડળ જૂનાગઢ દ્વારા મહિલાઓ માટે ખાસ અને વિશેષ વાનગી સ્પર્ધાની સાથે ભારતના અન્ય પ્રાંતોની વેશ પરિધાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢની બહેનોએ મરાઠી પંજાબી રાજસ્થાની દક્ષિણ ભારતીય શૈલીમાં વેશ પરિધાન કરીને જેતે પ્રાંતની વાનગીઓ બનાવીને અનોખી રીતે આ મહિલા સ્પર્ધાને ઉજવી હતી.

junagadh-organizing-a-unique-competition-for-women-cooking-challenge-along-with-traditional-dress
junagadh-organizing-a-unique-competition-for-women-cooking-challenge-along-with-traditional-dress

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 10:09 PM IST

વસ્ત્ર પરિધાન સાથે તેને સંલગ્ન ભોજન બનાવવાની ચેલેન્જ

જૂનાગઢ:નારી શક્તિ મંડળ જૂનાગઢ દ્વારા આજે મહિલાઓ માટેની એક અલગ અને વિશેષ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા મહિલા સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ આપીને મહિલાઓ દ્વારા સ્પર્ધા માટે જે પ્રયાસ કરાયો હતો તેને બિરદાવવામાં આવ્યો હતો. નારી શક્તિ મંડળ દ્વારા આજે રસોઈ કળાને લઈને મહિલાઓની આવડત સામે આવે તેમજ વિવિધ રાજ્ય પ્રાંત અને સમાજના વેશ પરિધાન મહિલાઓ સારી રીતે કરી શકે તેમજ વેશ પરિધાનની સાથે વિવિધ પ્રાંતની વાનગીઓનું જ્ઞાન પ્રત્યેક મહિલાને મળે તે માટે આ સ્પર્ધા વિશેષ બની રહી હતી.

મહિલાઓ માટે અનોખી સ્પર્ધાનું આયોજન

સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કાઠીયાવાડની શાન સમાજ વિવિધ જ્ઞાતિના બહેનોએ જે તે સમાજ અને જ્ઞાતિના પહેરવેશની સાથે તે સમાજમાં ખાસ અને વિશેષ પ્રકારે બનતા ભોજન તૈયાર કર્યા હતા. જેમાં 20 જેટલી બહેનોએ ખૂબ જ ઉમળકા ભેર ભાગ લઈને વાનગી અને વેશ પરિધાન સ્પર્ધાને વધુ રોચક બનાવી હતી.

'મહિલાઓ નવતર પ્રકારે ભોજનની સાથે વસ્ત્ર પરિધાન કરે તેને કેન્દ્રસ્થાને રાખીને આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનો અનુભવ મહિલાઓ માટે પણ પ્રથમ વખત હતો તેમ છતાં સ્પર્ધામાં ભાગ લીધેલી તમામ મહિલાઓએ ખૂબ જ આયોજનપૂર્વક ન માત્ર વસ્ત્ર પરિધાન પરંતુ ભોજન કળામાં પણ નીપુણતા સાથે ભાગ લઈને સ્પર્ધાને જીવંત બનાવી હતી તો બીજી તરફ સ્પર્ધામાં ભાગ લેનાર કંચનબેન ચૌહાણે પણ ગરબાને મળેલી આંતરરાષ્ટ્રીય ખ્યાતિને તેમની ભોજન કળામાં સામેલ કરીને ગરબાને એક નવો વિચાર આપવાનો પણ પ્રયાસ કર્યો હતો.' -પારુલ બેન સુચક, સભ્ય, નારી શક્તિ મંડળ

મહિલાઓએ વાનગીની સાથે અન્ય સંસ્કૃતિનું કર્યુ પરિધાન:વિશેષ આયોજન સાથે વાનગી અને ડ્રેસ પરિધાન સ્પર્ધામાં ગુજરાતી, મરાઠી, પંજાબી, સિંધી, દક્ષિણ ભારતીયની સાથે સૌરાષ્ટ્રની ખાસ જ્ઞાતિઓમાં વિશેષ પ્રકારે બનતા ભોજન જેવા કે મહેર, આહીર, રબારી, બ્રાહ્મણ સહિત અન્ય સમાજના ઘરોમાં પણ બની રહેલા ભોજનને આજે વિશેષ પ્રકારે રજૂ કરવામાં આવ્યુ હતુ. ગુજરાતીની દાઢે વળગેલું ઊંધિયું પણ આજની આ વિશેષ સ્પર્ધામાં હાજર જોવા મળતું હતું. સામાન્ય રીતે મહિલાઓ વસ્ત્ર પરિધાન અને ભોજન કળામાં ખૂબ જ ઉમળકા સાથે ભાગ લેતી હોય છે ત્યારે મહિલાઓ વિવિધ પ્રાંત સમાજ અને અન્ય રાજ્યની સાથે વિવિધ સમાજની સંસ્કૃતિથી વધારે નજીક આવે તે માટે દેશના અન્ય પ્રાંતો સમાજની વિશેષ ઓળખ પ્રત્યેક મહિલાને મળી રહે તે માટે વિશેષ ભોજન અને વસ્ત્ર પરિધાન સ્પર્ધાનું સફળતા પર્વત આયોજન કરાયું હતું.

  1. પાલઘરના જાંબુને જીઆઇ ટેગ મળ્યો, જાણો શું છે જીઆઈ ટેગના ફાયદા
  2. જૂનાગઢના વજીર બહાઉદ્દીને બનાવ્યું હતું અશક્યને શક્ય, ગિરનારના પથ્થરથી બનેલ સિંહોનું શિલ્પ આજે પણ શાન

ABOUT THE AUTHOR

...view details