શાપુર પે સેન્ટર શાળાના શિક્ષક કુણાલ મારવાણીયાની સરસ કામગીરી જૂનાગઢ : શાપુર પે સેન્ટર શાળાના શિક્ષક કુણાલ મારવાણીયા મ્યુઝિક સાથે મેથ્સ શિખવે છે. શાપુર શાળાના શિક્ષક અટપટા કહી શકાય તેવા ગણિતના સમીકરણો અને દાખલાઓ સંગીત યોગ અને ગીતોના સથવારે ઉકેલી રહ્યા છે જેને બાળકો પર આવકારી રહ્યા છે. મ્યુઝિક સાથે મેથ્સ શિક્ષકનો નવતર પ્રયોગ વખાણવામાં આવી રહ્યો છે.
જટિલ વિષયો આસાનીથી શીખવવાની ફાવટજૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાપુર પે.સેન્ટર શાળા ના શિક્ષક કુણાલ મારવાણીયા દ્વારા મ્યુઝિક સાથે મેથ્સ વિષય વિદ્યાર્થીઓને શીખવાડવાનો એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે. શિક્ષક કુણાલ મારવાનીયા દ્વારા ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયો કે જેને વિદ્યાર્થીઓ પણ સરળતાથી સ્વીકારતા નથી. તેવા વિષયોનું જ્ઞાન અને માહિતી એકદમ હળવી શૈલીમાં અને વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ શકે તે પ્રકારે જટિલ મનાતા ગણિત અને વિજ્ઞાન વિષયનું શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. જેને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સરળતાથી સ્વીકારીને ગણિત અને વિજ્ઞાન જેવા જટીલ વિષયોની માહિતી સરળતાથી મેળવતા થયા છે.
આ પણ વાંચો મોડાસામાં વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન વિષયોમાં રસ વધારવા 'પ્રવૃતિ આધારિત ભણતર' વિષય પર સેમિનાર યોજાયો
ગણિત અને વિજ્ઞાન સામાજિક વૃત્તિથી શીખવવાના વિષયો શિક્ષક કુણાલ મારવાણીયા ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ અને અટપટા વિષયોને ગીત સંગીત કે યોગની મુદ્રા દ્વારા વિદ્યાર્થીઓને શીખવવા પાછળ તેઓ માની રહ્યા છે કે ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયો વિદ્યાર્થીઓને એકદમ સરળતાથી કોઈ પણ પ્રકારની માનસિક ગડમથલ કે મૂંઝવણ વગર વિદ્યાર્થીઓને શીખવાડી શકાય છે. તેને લઈને તેઓએ આ નવતર પ્રયોગ ગણિત અને વિજ્ઞાનના શિક્ષણ અને માહિતી આપવા માટે શરૂ કર્યો છે.ગણિત અને વિજ્ઞાન સામાજિક વૃત્તિથી શીખવાડવાનો વિષય છે.
ગણિતના સમીકરણો અને દાખલાઓ સંગીત યોગ અને ગીતોના સથવારે કેવી રીતે શીખવે છે શિક્ષક કુણાલ મારવાણીયા જણાવે છે કે ગણિતના ત્રિકોણ બહુકોણ સંમેય સંખ્યા સહિત અનેક વિષયો તેમજ વિજ્ઞાનના પ્રયોગાત્મક અને આપણી સાથે સતત જોડાયેલા પ્રસંગોના અનુભવોથી વિદ્યાર્થીઓને સરળતાથી શીખવાડી શકાય છે. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનુ શિક્ષણકાર્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલી શિક્ષણ પદ્ધતિથી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ખૂબ જ રસ લેતા હોય છે. તેનો ફાયદો એ થાય છે કે કોઈપણ વિદ્યાર્થી ગણિત કે વિજ્ઞાનના અટપટા અને મુશ્કેલ કહી શકાય તેવા સવાલ જવાબો બિલકુલ સરળતાથી સમજી શકે છે .જેનો સીધો ફાયદો તેઓને તેમની અધ્યયન પદ્ધતિમાં જોવા મળ્યો છે. જે વિદ્યાર્થીઓ પણ હોશે હોશે આવકારી રહ્યા છે.
આ પણ વાંચો નવસારીમાં ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું
20 જેટલા ગીતો અને કાર્યક્રમો બનાવ્યા ગણિત વિજ્ઞાનના શિક્ષક કુણાલ મારવાણીયા દ્વારા 20 જેટલા ગીતો ગણિત અને વિજ્ઞાન વિષય શીખવવા માટે તેમના દ્વારા દેશી પદ્ધતિમાં બનાવવામાં આવ્યા છે. આ ગીતો અને પ્રવૃત્તિઓ બાળગીત ફિલ્મ ગીત કે ભજનના ઢાળમાં રજૂ કરાયા છે. જે સીધી રીતે વિદ્યાર્થીઓને આકર્ષિત કરી રહી છે. જેને કારણે વિદ્યાર્થીઓ પરંપરાગત વ્યાખ્યાન પદ્ધતિ કરતા પ્રવૃત્તિ સાથે આપવામાં આવતા શિક્ષણને ખૂબ જ સરળતાથી સ્વીકારી રહ્યા છે. જેને કારણે અટપટા કહી શકાય તેવા ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓ એકદમ સરળતાથી પ્રાપ્ત કરી રહ્યા છે. જેને કારણે વિદ્યાર્થીઓની રુચિ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં સતત વધેલી જોવા મળે છે.
વિદ્યાર્થીઓએ આપ્યો તેમનો પ્રતિભાવ શાપુર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ પરંપરાગત વ્યાખ્યાન શિક્ષણ પદ્ધતિની સામે સામાજિક પ્રવૃત્તિથી આપવામાં આવતા શિક્ષણને સ્વીકારી રહ્યા છે. તેઓ માને છે કે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ગોખણ પદ્ધતિથી યાદ રાખવા ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ વિજ્ઞાન શિક્ષક કુણાલ મારવાણીયા દ્વારા પ્રવૃત્તિ સાથે ગણિત અને વિજ્ઞાનનું આપવામાં આવતું શિક્ષણ સરળતાથી સમજાઈ જાય છે. જેનો સીધો ફાયદો એકમ કસોટીઓમાં વિદ્યાર્થીને થઈ રહ્યો છે. વિદ્યાર્થી માની રહ્યા છે કે પ્રવૃત્તિથી મેળવેલું ગણિત અને વિજ્ઞાનનું જ્ઞાન એકમ કસોટીમાં ખૂબ જ સામાન્ય કહી શકે તેવા મહાવરા અને અધ્યયન બાદ ખૂબ સારો દેખાવ કરવામાં તેમને મદદ મળી રહી છે. પહેલા ગોખણપટ્ટીના શિક્ષણને લઈને તેઓ એકમ કસોટીમાં તેમની યોગ્યતા મુજબનો દેખાવ કરી શકતા ન હતા.