મહાદેવને અતિપ્રિય કાળા ધતુરાનો અભિષેક જૂનાગઢ : દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ સમય દરમિયાન મહાદેવની પૂજા દર્શન અને અભિષેક કરવાથી કોઈ પણ શિવભક્તની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે. મહાદેવને શ્રાવણ મહિનો અતિ પ્રિય હોવાને કારણે પણ આ સમય દરમિયાન અલગ અલગ શિવાલયોમાં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો હાજર રહીને મહાદેવના દર્શન પૂજા અભિષેક કરીને ભવભવનું ભાથું બાંધતા જોવા મળતા હોય છે. સનાતન ધર્મની ધાર્મિક પરંપરા મુજબ નિરાકાર એવા મહાદેવના દર્શન કરવાથી પ્રત્યેક શિવભક્તને ખૂબ જ માનસિક શાંતિ પણ મળતી હોય છે. ત્યારે મહાદેવના દર્શનની સાથે પૂજા અને તેમના પર થતા અભિષેકને પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે.
આ પૂજા દરમિયાન મહાદેવ પર ફળ ફૂલ પર્ણ અને દ્રવ્યનો અભિષેક ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવ્યો છે. સનાતન ધર્મની પરંપરાઓ સાથે જોડાયેલા દેવી દેવતાને ફળ ફૂલ અને પુષ્પ પણ ખૂબ જ પ્રિય હોવાની માન્યતા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. ત્યારે મહાદેવને અતિપ્રિય એવા કાળા ધતુરાના પુષ્પને શિવ ભક્તો દ્વારા અભિષેક અને પૂજા કરવામાં આવે તો તેની પૂજા ચોક્કસ પણે ફળ આપનારી હોય છે. જેથી શ્રાવણ મહિનામાં મહાદેવ પર કાળા ધતુરાના પુષ્પનો અભિષેક કરવાનો પણ વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે...મહાદેવગીરી (ભવનાથના સંત)
ફળ ફૂલ પર્ણ અને દ્રવ્યનો અભિષેક : સનાતન ધર્મની પરંપરા અનુસાર દેવાધિદેવ મહાદેવને ફળ ફૂલ પર્ણ અને દ્રવ્યનો અભિષેક અતિપ્રિય હોય છે. મહાદેવની પૂજા અને અભિષેક કરનાર પ્રત્યેક શિવભક્ત પર દેવાધિદેવ મહાદેવ રીજતા હોય છે. જેને કારણે પણ શ્રાવણ મહિનામાં શિવપૂજાને મહત્વની માનવામાં આવી છે ત્યારે મહાદેવને અતિ પ્રિય એવા આ ધતુરાના પુષ્પનો અભિષેક કરવાથી પણ મહાદેવની કૃપા શિવ ભક્તો પર જોવા મળતી હોય છે.
કાળા ધતુરાના પુષ્પનો અભિષેક : તેમાં પણ ખૂબ જ દુર્લભ વનસ્પતિ કહી શકાય તેવા કાળા ધતુરાના પુષ્પનો જો મહાદેવ પર અભિષેક કરવામાં આવે તો અભિષેક કરનાર પ્રત્યેક શિવ ભક્તને તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે. તેના ફળ સ્વરૂપે દેવાધિદેવ મહાદેવ પ્રત્યેક શિવભક્તને મનવાંછિત ફળ પણ આપતા હોય છે. તેવી ધાર્મિક પરંપરા આજે પણ જોવા મળી રહે છે. જેને કારણે મહાદેવ પર અભિષેક અને ખાસ કરીને ધતુરાના પુષ્પ અર્પણ કરવાની વિશેષ ધાર્મિક પરંપરા આજે જળવાયેલી જોવા મળે છે.
સનાતન ધર્મમાં ચાર પ્રકારની પૂજાનું મહત્વ : મહાદેવની પૂજા અને અભિષેક પર ભવનાથના સંત મહાદેવગીરીએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં સોડસોપચાર પંચોપચાર રાજોપચાર અને જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સુચવવામાં આવેલી માનસિક પૂજાને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
- Muslim Shiva Devotee : રાજકોટના મુસ્લિમ શિવભક્તે જીત્યા દિલ, દરરોજ 11 કિમી ચાલીને જાય છે શિવ મંદિર
- Geographical Diversity in Kutch : ભુજમાં પાણીના ઘર્ષણના કારણે પથ્થરમાં નંદી મહારાજ જેવી કૃતિ સર્જાઈ
- Rajkot News : રાજકોટમાં શ્રાવણ માસમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં, ભારત બેકરીમાં વેજબ્રેડના નામે ઈંડાયુક્ત બ્રેડનું વેચાણ