ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Rain: ભાદરવો ભરપૂર, વિસાવદર અને મેંદરડા પંથકમાં ધોધમાર સાત ઇંચ વરસાદ - જૂનાગઢ

ભાદરવામાં વરસાદના રાઉન્ડમાં જૂનાગઢ જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે. લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેને પગલે ઓજત ડેમ છલોછલ થઇને ડેમમાં પ્રતિ સેકન્ડ 544.93 ક્યુસેક મીટર પાણીની આવક પણ થઈ રહી છે.

Junagadh Rain Update : ભાદરવે ભરપૂર વિસાવદર અને મેંદરડા પંથકમાં ધોધમાર સાત ઇંચ વરસાદ
Junagadh Rain Update : ભાદરવે ભરપૂર વિસાવદર અને મેંદરડા પંથકમાં ધોધમાર સાત ઇંચ વરસાદ

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 1:40 PM IST

જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર

જૂનાગઢ : ગત રાત્રીથી જૂનાગઢ શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. 60 દિવસ બાદ ફરી એક વખત ચોમાસાનો માહોલ ઊભો થયો છે. ભાદરવા મહિનામાં જાણે કે ભરપૂર વરસાદ હોય તે પ્રકારે વિસાવદર અને મેંદરડા પંથકમાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જૂનાગઢમાં સર્જાયું વરસાદી વાતાવરણ : 20 ઓગસ્ટ બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક પણ જગ્યાએ નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ નોંધાયો ન હતો. 60 દિવસના આ સમયગાળા દરમિયાન વરસાદની ખૂબ જ ખેંચ જોવા મળતી હતી. ત્યારે ગઈકાલે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને મેંદરડા પંથકમાં વિશેષ પ્રમાણમાં ધોધમાર વરસાદ પડતો જોવા મળ્યો. વિસાવદરમાં સવારના 10 વાગ્યા સુધીમાં 7.25 ઇંચ અને મેંદરડામાં 04. 43 ઇંચની સાથે વંથલીમાં 2.25 ઇંચ જેટલો વરસાદ પડતા ફરી એક વખત ભાદરવામાં ભરપૂર ચોમાસાનો માહોલ ઉભો થયો છે.

આગામી દિવસો દરમિયાન જૂનાગઢ સોમનાથ પોરબંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી સિસ્ટમને કારણે ચોમાસાનો માહોલ જોવા મળશે. જે આવનારા ત્રણ ચાર દિવસ સુધી જોવા મળી શકે છે. ત્યારબાદ ક્રમશ વરસાદનું પ્રમાણ ઓછું થતું જોવા મળશે..પ્રો ધીમંત વઘાસીયા (હવામાન વિભાગના સહસંશોધક)

ઓજત વિયર ડેમ છલોછલ : વંથલી નજીક ઓજત નદી પર બનાવવામાં આવેલો વિયર ડેમ 90 ટકા ભરાયો છે. ભારે વરસાદને કારણે ડેમની જળ સપાટી 27.31 મીટરે જોવા મળે છે. સતત વરસાદને કારણે ડેમમાં પ્રતિ સેકન્ડ 544.93 ક્યુસેક મીટર પાણીની આવક પણ થઈ રહી છે. જેને કારણે વંથલી તાલુકાના કણજા આખા ટીકર પાદરડી અને માણાવદર તાલુકાના પીપલાણા ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા સાવચેત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ બાદલપુર નજીક આવેલા ઓજત 2 ડેમના ચાર દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદ વધતા દરવાજા ખોલવાની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. જેથી લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવ્યું છે.

સોરઠ પંથકમાં હજુ પણ વરસાદની શક્યતા : જૂનાગઢથી લઈને દીવ સુધીના સમગ્ર સોરઠ પંથકમાં અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના તાલુકાઓમાં આગામી બે ત્રણ દિવસ સુધી સતત વરસાદ જોવા મળશે. જૂનાગઢ ને બાદ કરતા ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે. પરંતુ હજી સુધી નોંધપાત્ર વરસાદના સમાચારો પ્રાપ્ત થયા નથી.

  1. Engineers Day 2023: જૂનાગઢમાં ઇજનેરી ક્ષેત્રના બેનમૂન નમૂના સમાન વિલિંગડન ડેમ, જાણો 100 વર્ષ જૂનો આ ડેમ કોણે બનાવ્યો ?
  2. Damodar Kund Dirt: દામોદર કુંડમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને શેવાળનું સામ્રાજ્ય, અકસ્માતનો ભય
  3. PM Modi Birthday : જૂનાગઢના ચિત્રકારે પીપળાના પાન પર કંડાર્યુ PM મોદીનું તૈલચિત્ર, PM મોદીના જન્મદિવસ નિમિત્તે ખાસ ભેટ

ABOUT THE AUTHOR

...view details