ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News : વરસાદને લઈને હજુ પણ 20 દિવસની જોવી પડશે રાહ, હવામાન વિભાગે વ્યક્ત કરી શકયતા - જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી

ઓગસ્ટમાં વરસાદની રાહ સૌથી વધુ એવા ખેડૂતોને છે જેમના પાકને પીયતની જરુર ઊભી થઇ છે. હાલમાં વરસાદ ખેંચાયો છે ત્યારે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના સહસંશોધક દ્વારા જણાવાયું છે કે આગામી વીસેક દિવસ વરસાદની રાહ જોવી પડી શકે છે.

Junagadh News : વરસાદને લઈને હજુ પણ 20 દિવસની જોવી પડશે રાહ, હવામાન વિભાગે વ્યક્ત કરી શકયતા
Junagadh News : વરસાદને લઈને હજુ પણ 20 દિવસની જોવી પડશે રાહ, હવામાન વિભાગે વ્યક્ત કરી શકયતા

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 7:15 PM IST

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સલાહ

જૂનાગઢ : વરસાદના નવા રાઉન્ડની હજુ પણ 20 દિવસ સુધી રાહ જોવી પડશે તેવી શક્યતાઓ જૂનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગત જુલાઈ મહિનાની 22મી તારીખે જૂનાગઢના ઇતિહાસનો એક દિવસનો સર્વાધિક વરસાદ પડ્યો હતો. તેને આજે એક મહિના કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. ત્યારબાદ હજુ સુધી નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ થયો નથી. ત્યારે જૂનાગઢ હવામાન વિભાગે પણ હજુ પણ આગામી 20 દિવસો સુધી વરસાદની નહિવત શક્યતાઓ વ્યક્ત કરી છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગમાં ફરજ બજાવતા સહસંશોધક પ્રોફેસર ધીમંત વઘાસીયાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી.

વરસાદ ખેંચવાને લઈને વર્તમાન પરિસ્થિતિ અંગે હાલ ગુજરાતમાં કોઈ નવી સિસ્ટમ સક્રિય નથી. આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થશે તો 15 કે 20 દિવસ બાદ વરસાદની શક્યતાઓ ઊભી થશે. આ સમયે મગફળી કપાસ કઠોળ અને સોયાબીનના પાકને પાણીની ખૂબ મોટી જરૂરિયાત છે. આવા સમયે અવકાશી ખેતી પર નિર્ભર ખેડૂતોએ કૃષિ પાકોને પીયત માટેની વ્યવસ્થા ચોક્કસપણે વરસાદની રાહ જોયા વગર કરવી જોઈએ...પ્રોફેસર ધીમંત વઘાસીયા(સહસંશોધક, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હવામાન વિભાગ)

હજુ પણ વરસાદ જોવડાવશે રાહ : વરસાદ હજુ પણ 20 દિવસ સુધી લોકો અને ખેડૂતોની પરીક્ષા કરી શકે છે.છે આવનારા દિવસો દરમિયાન ગુજરાત પર વરસાદની કોઈ નવી સિસ્ટમ સક્રિય જોવા મળતી નથી. જેને કારણે ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશ અને તમામ જિલ્લાઓમાં વરસાદની બિલકુલ નહીવત શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. કેટલીક જગ્યા પર બિલકુલ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ જેને સાર્વત્રિક અને ચોમાસાનો સારો વરસાદ કહી શકાય તે પ્રકારનો વરસાદ હજુ કેટલાક દિવસોની ચોક્કસપણે રાહ જોવડાવશે.

હિમાલયની તળેટીમાં ચોમાસાની ધરી : વર્તમાન સમયમાં ચોમાસાની ધરી હિમાલયની તળેટી તરફ જોવા મળે છે. જેને કારણે ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વરસાદની કોઈ નવી સિસ્ટમ સક્રિય જોવા મળતી નથી. જેને કારણે પાછલા 30 દિવસ કરતાં વધુ સમયથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધેલો જોવા મળે છે. જેમાં હજુ પણ 15 થી 20 દિવસનો વધારો થઈ શકે છે. ત્યારબાદ વરસાદી સિસ્ટમ કેવા પ્રકારે આકાર લેશે ત્યાર બાદ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ફરી ચોમાસાના વરસાદની શરૂઆત થશે. તેને લઈને કોઈ શક્યતાઓ વ્યક્ત થશે. હાલ જે રીતે વરસાદ ખેંચાયો છે તેને લઈને ચોમાસુ પાકોને નુકસાન થવાની શક્યતા પણ ઊભી થઈ છે.

અવકાશી ખેતી કરતા ખેડૂતો માટે ચિંતા :એક મહિના પૂર્વે પડેલા વરસાદના કારણે જમીનનો ભેજ ઘટી ગયો છે. આવનારા 20 દિવસ સુધી વરસાદની શક્યતાઓ નહીંવત જણાય છે ત્યારે અવકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો માટે પણ હવે મુશ્કેલીના સમાચાર મળી રહ્યા છે. મગફળી કપાસ સોયાબીન અડદ અને મગ જેવા પાકોમાં આ સમયગાળો ફુલ આવવાથી લઈને કપાસમાં ઝીંડવા મગફળીમાં ડોડવા મગ અડદ અને સોયાબીનમાં શિંગો લાગવાની શરૂઆત થતી હોય છે. આ સમયગાળાને ચોમાસુ પાકો માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આવા સમયે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ તો આવરણમાં નોંધપાત્ર સુધારો કરી શકાય. ત્યારે અવકાશી ખેતી કરતા ખેડૂતો માટે આ સમયગાળો ચિંતાનો વિષય લઈને આવ્યો છે. જમીનમાં ભેજ નહીં હોવાને કારણે તેમજ પિયતના પાણીની કોઈ વ્યવસ્થા આવા ખેડૂતો પાસે ઉપલબ્ધ નહીં હોવાને કારણે કૃષિ પાકોના ઉત્પાદનમાં કે તેની ગુણવત્તામાં નુકસાન થઈ શકે છે.

  1. Gujarat Rain Forecasting: આગામી અઠવાડિયામાં ગુજરાતમાં પડશે ઝરમર ઝરમર વરસાદઃ હવામાન વિભાગ
  2. Gujarat Monsoon 2023 : હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી, આ વિસ્તારમાં થઈ શકે છે વરસાદ
  3. Rajkot Rain: શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટમાં ધીમીધારે વરસાદ

ABOUT THE AUTHOR

...view details