નુકસાનીના વળતર અંગે ક્લેમ કરવા માર્ગદર્શન જૂનાગઢ : ગત 22 જુલાઈના દિવસે જુનાગઢમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે માલ મિલકતનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે નુકસાનગ્રસ્ત પ્રત્યેક વ્યક્તિને તેમના વાહનથી લઈને મકાન અને અન્ય ચીજ વસ્તુઓના ઇન્સ્યોરન્સ કલેમ માટે વિશેષ વિમા ક્લેઇમ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના નિષ્ણાત ક્લેમ માર્ગદર્શકોએ હાજર રહીને લોકોને નુકસાનીના વળતર અંગે ક્લેમ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મિલકત નુકસાનીને લઈને સેમિનારનું આયોજન : ગત 22મી જુલાઈ અને શનિવારના દિવસે જૂનાગઢ શહેરમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે લોકોની માલમિલકતને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે મિલકતધારકો વરસાદ અને પુરના પાણીને કારણે થયેલા નુકસાન બાદ વીમા કંપનીઓ સામે વળતરનો દાવો કરી શકે તેમજ દાવા કરવા માટે કોઈ પણ પ્રકારની તાંત્રિક મુશ્કેલી ઊભી થતી હોય તેના નિવારણ માટે સેમિનાર યોજાયો હતો.
જે રીતે 22 તારીખે અતિ ભારે વરસાદ પડ્યો છે તેને કારણે ખૂબ મોટા પ્રમાણમાં વાહનોને નુકસાન થયું છે જેના વળતર માટે વાહનચાલકો અને માલિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે એક દિવસના માર્ગદર્શક કેમ્પનું આયોજન કરાયું છે..સંજય ઉપાધ્યાય(ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી)
કોણે કર્યું આયોજન : જેમાં જૂનાગઢ વેપારી મહામંડળ દ્વારા એક દિવસના માર્ગદર્શક કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના સર્વોત્તમ સલાહકારોએ હાજર રહીને મિલકત ધારકોને પડતી મુશ્કેલી અને વીમા ક્લેમ અંગે માહિતી પૂરી પાડી હતી.
વીમા કંપનીમાં ક્લેમ કરવામાં સરળતા : વાહનો અને સામાનને નુકસાન 20 તારીખે સોનરખ નદી અને કાળવામાં આવેલા અતિ ભારે પુરને કારણે લોકોના ઘરના સામાન અને મિલકતની સાથે મોટા પ્રમાણમાં કાર અને સ્કૂટરને નુકસાન થયું છે. એક અંદાજ મુજબ વાહનને નુકસાનીના આંકડાઓ 1000 ને પાર કરી જાય છે આવી પરિસ્થિતિમાં વાહન માલિકો વીમા કંપની સામે તેમના વાહનને થયેલા નુકસાનને લઈને કઈ રીતે ક્લેમ કરી શકે વધુમાં વાહનને જે નુકસાન થયું છે તેના પ્રમાણમાં કેટલું વળતર મેળવી શકે તેવી તમામ તાંત્રિક માહિતી પૂરી પાડવા માટે સેમિનારનું આયોજન થયું છે.
માત્ર પાંચ મહિના પહેલા નવી ખરીદ કરેલ કાર વરસાદમાં ડૂબી ગઈ હતી. જેના ક્લેમ માટે કાર ઉત્પાદન કંપનીમાં જઈ રહ્યા છે. ત્યારે કઈ રીતે વળતર મેળવી શકાય તે માટેનું માર્ગદર્શન મેળવવા માટે આજે માર્ગદર્શક કેમ્પમાં હાજર રહ્યા હતાં અને ઇન્સ્યોરન્સ ક્લેમને લઈને માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું...અશોકભાઈ(કાર માલિક )
8 થી 10 કરોડ રૂપિયાનું નુકસાન : સેમિનારમાં લોકોએ હાજર રહીને તેમને પડતી સમસ્યા અને મુશ્કેલી માટે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. સામાન્ય એક અંદાજ મુજબ હજાર કરતાં વધુ મોટરકારો વરસાદી પાણીમાં ડૂબી ગઈ હતી જેને અંદાજિત 8 થી 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રારંભિક આંકડો લગાવી શકાય તેમ છે. આ સિવાય ટુવ્હીલરને પણ ખૂબ બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે. જેનો આંકડો પણ કરોડોને પાર થઈ શકે છે.
- Junagadh News: ભારતની પરંપરા ધાર્મિક અનુભૂતિ અને મહેમાનગતિ માણવા ઓસ્ટ્રેલિયાનો યુવાન આવ્યો ભવનાથમાં
- Junagadh News : પ્રેમ લગ્નમાં માતા પિતાની પૂર્વ મંજૂરી કે સહમતિ હોવી તે ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે : પ્રેમી યુગલ
- Junagadh News: મોંઘા થયેલા લાલ ટામેટાનું શોખીન જોવા મળ્યું એક શ્વાન સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ