ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News : વિશ્વનું શ્રેષ્ઠ ભારતનું બંધારણ સમાવે છે સર્વધર્મ સમભાવની ભાવના, આજે રાષ્ટ્રીય ધર્મ સ્વાતંત્રતા દિવસ - બંધારણીય હક

આજે રાષ્ટ્રીય ધર્મ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ રહી છે. ભારતના બંધારણને વિશ્વના સર્વ શ્રેષ્ઠ લેખિત બંધારણ તરીકે પણ વિશ્વમાં માન્યતા મળી છે, તે બંધારણમાં ભારતમાં રહેતો કોઈ પણ ભારતીય તેની શ્રદ્ધા અને માન્યતા મુજબ કોઈ પણ ધર્મનું પાલન કાયદાની મર્યાદામાં રહીને કરી શકે છે. આ પ્રકારનો બંધારણીય હક ભારતમાં ધર્મ સ્વતંત્રતાને આજે પણ મજબૂતી આપી રહ્યો છે

Junagadh News : વિશ્વનું શ્રેષ્ઠ ભારતનું બંધારણ સમાવે છે સર્વધર્મ સમભાવની ભાવના, આજે રાષ્ટ્રીય ધર્મ સ્વાતંત્રતા દિવસ
Junagadh News : વિશ્વનું શ્રેષ્ઠ ભારતનું બંધારણ સમાવે છે સર્વધર્મ સમભાવની ભાવના, આજે રાષ્ટ્રીય ધર્મ સ્વાતંત્રતા દિવસ

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 3:46 PM IST

બંધારણીય હક

જુનાગઢ : આજે રાષ્ટ્રીય ધર્મ સ્વતંત્રતા દિવસ મનાવાઇ રહ્યો છે. ભારતના બંધારણના આમુખમાં કોઈપણ વ્યક્તિ તેની શ્રદ્ધા અને માન્યતા અનુસાર કાયદાનુ પાલન કરવાની સાથે કોઈપણ ધર્મનું પાલન અને તેને અનુસરી શકે છે. ધર્મ સ્વતંત્રતાનો અધિકાર ભારતના પ્રત્યેક નાગરિકને વિશ્વના સર્વ શ્રેષ્ઠ લેખિત બંધારણ થકી પ્રાપ્ત થયો છે. આજે સમગ્ર ભારત વર્ષમાં અનેક લોકો બહુ ધાર્મિકતાની સાથે એકતા ભર્યા વાતાવરણમાં ભાઈચારાની ભાવનાને પ્રબળતાથી રજૂ કરીને સફળતાપૂર્વક તમામ ધર્મનું આચરણ કરતા જોવા મળે છે.

ભારતનું હાર્દ આ પ્રકારની શક્તિ અને આઝાદી ભારતના બંધારણના આમુખ 14માં કરવામાં આવ્યો છે. આ પ્રકારની ધર્મ સ્વતંત્રતા ભારતના બંધારણમાં લેખિત સ્વરૂપે રાખવામાં આવી છે જેને ભારતનું હાર્દ પણ માનવામાં આવે છે.

ભારત ધાર્મિક વિવિધતાનો દેશ ભારતને આજે પણ ધાર્મિક વિવિધતાનો દેશ તરીકે સમગ્ર વિશ્વના દેશો માની રહ્યા છે. અહીં હિન્દુ ઇસ્લામ શીખ ઇસાઈ બૌદ્ધ પારસી શીખ સહિત અનેક ધર્મના લોકો ભારતના નાગરિક છે. જે ભારતની ધાર્મિક વિવિધતા અને સહિષ્ણુતાનો સમૃદ્ધ ઇતિહાસ પણ ધરાવે છે. બંધારણની કલમ નંબર 25 હેઠળ પ્રત્યેક વ્યક્તિને ધર્મ સ્વતંત્રતાની બાહેધરી પણ ભારતનું બંધારણ આપે છે. જે કોઈ પણ વ્યક્તિને ધર્મનો ઉપદેશ અભ્યાસ અને પ્રચાર કરવાની મંજૂરી પણ આપે છે.

ભારતમાં ધર્મની પૂર્ણ સ્વતંત્રતા ભારતના બંધારણના આમુખમાં ઉલ્લેખ થયાં મુજબ કોઈ પણ વ્યક્તિની ધાર્મિક સ્વતંત્રતામાં કોઈપણ વ્યક્તિ દખલ ન કરી શકે. બંધારણની 14મી કલમ અન્વયે કોઈ પણ વ્યક્તિ તેની ઈચ્છા અને શ્રદ્ધા મુજબનો ધર્મ પાલન કરવા માટે કોઈ સરકાર રોકી શકે નહીં અને કોઈ ચોક્કસ ધર્મનું પાલન કરે તે પ્રકારની ફરજો પણ સરકાર પાડી શકે નહીં. બંધારણમાં ઉલ્લેખ થયાં મુજબ સરકાર કોઈ પણ વ્યક્તિ સાથે ધાર્મિક લિંગભેદનો ભેદભાવ પણ ન રાખી શકે. ભારતના બંધારણમાં દર્શાવ્યા મુજબ કોઈ પણ વ્યક્તિ તેમની ઈચ્છા કે આસ્થા અનુસાર ધાર્મિક સંસ્થા કાયદાની મર્યાદામાં રહીને બનાવી કે સ્થાપી પણ શકે છે, જે ભારતમાં ધર્મની પૂર્ણ સ્વતંત્રતાનો પુરાવો છે.

  1. રાજ્ય સરકારને હાઇકોર્ટનો ઝટકો: ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 5 પર સ્ટે યથાવત, કોર્ટે રાજ્ય સરકારની ફગાવી અરજી
  2. ધર્મ સ્વતંત્રતા સુધારા બિલને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીએ એકબીજા પર કર્યા પ્રહારો

ABOUT THE AUTHOR

...view details