ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News : જૂઓ માછલીઓની ક્યાં થઈ રહી છે બદલી, શા માટે કરાયું આવું આયોજન? - માછલીઓના મોત

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન થવા જઇ રહ્યું છે. ત્યારે તળાવમાં રહેલી માછલીઓને ટ્રાન્સફર કરવાનું કામ થઇ રહ્યું છે. માછલીઓના મોત ન થાય તે રીતે સરોવરમાંથી કાઢી નજીકના નદી તળાવ કે ડેમમાં મૂકવાની કામગીરી વિશે જાણીએ.

Junagadh News : જૂઓ માછલીઓની ક્યાં થઈ રહી છે બદલી, શા માટે કરાયું આવું આયોજન?
Junagadh News : જૂઓ માછલીઓની ક્યાં થઈ રહી છે બદલી, શા માટે કરાયું આવું આયોજન?

By

Published : May 10, 2023, 7:56 PM IST

માછલીઓને ટ્રાન્સફર કરવાનું કામ

જૂનાગઢ : જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કામ શરૂ થયું છે. ત્યારે સરોવરમાં રહેલી માછલીઓના કોઈપણ પ્રકારે મોત ન થાય તે માટે જીવદયાપ્રેમીઓ દ્વારા જૂનાગઢ મનપાના સતાધીશોને આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને હવે નરસિંહ મહેતા સરોવરનું કામ કરનાર એજન્સીઓ દ્વારા તળાવમાંથી માછલીઓને અન્યત્ર ખસેડવાની કામગીરી શરુ થઇ છે.

ક્યાં લઇ જવાશે : નરસિંહ મહેતા સરોવરમાં રહેલી મોટાભાગની માછલીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેને જૂનાગઢ નજીક આવેલા તળાવો, નદી કે ડેમોમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે. આ કામગીરી માટે ચાર જેટલા ખાસ વાહન ફાળવવામાં આવ્યાં છે. જેમાં તળાવમાંથી બહાર કઢાયેલી માછલીઓને સુરક્ષિત રહે તે પ્રકારે બહાર કાઢીને તેને જીક આવેલા તળાવો, નદી કે ડેમમાં અન્ય જગ્યા પર મોકલવાની કામગીરી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :

  1. નરસિંહ મહેતા સરોવરની થશે કાયાપલટ, આખરે 2 દાયકા પછી શરૂ થયું બ્યૂટિફિકેશનનું કામ
  2. આખરે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત થયું
  3. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં ત્રણ દિવસથી હજારો માછલીના મોત થતા લોકોમાં રોષ

તાલીમબદ્ધ મછિયારા જોડાયાં :નરસિંહ મહેતા સરોવરમાંથી માછલીઓને જીવતી અને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 20 જેટલા વિશેષ તાલીમ પામેલા મછિયારાઓનું એક ગ્રુપ કામ કરી રહ્યું છે. દિવસ દરમિયાન તેઓ તળાવ માંથી માછલીઓને જીવતી બહાર કાઢીને તેને લાઈવ ફીશ વેડિંગ સેન્ટરમાં પહોંચાડે છે. ત્યારબાદ અહીંથી વાહન મારફતે તમામ માછલીઓને જૂનાગઢ શહેરની નજીક આવેલા જળાશયો નદી કે તળાવમાં મોકલવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિ વિદેશોમાં ખૂબ પ્રસિદ્ધ અને પ્રચલિત છે ત્યારે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે માછલીઓનું સ્થળાંતર થઈ રહ્યું છે.

શું છે જીવદયાપ્રેમીઓની પ્રતિક્રિયા : પાછલા ઘણા સમયથી જૂનાગઢના જીવદયાપ્રેમીઓ દ્વારા સરોવરના બ્યુટીફિકેશનને પગલે તળાવ ખાલી કરવાની સ્થિતિમાં તળાવમાં રહેલી માછલીઓના મોત ન થાય તે જોવાની વિનંતી કરાઇ હતી. ત્યારે હવે કામ શરૂ થયું છે તે જોઇને જીવદયાપ્રેમીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે.

સારું કામ થતું હોય તેમાં સૌએ સહકાર આપવો જોઈએ. ત્યારે તળાવમાંથી માછલીઓને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે તેને આવકારી રહ્યા છીએ. કોઈ પણ અબોલા જીવનું અકાળ મોત ન થાય તેને લઈને જૂનાગઢ મનપા દ્વારા જે અભિયાન હાથ ધર્યું છે તે આવકારદાયક છે... હિતેશ સંઘવી (જીવદયા સંસ્થા સાથે જોડાયેલા સભ્ય)

જૂનાગઢ મનપાએ શું કહ્યું : જૂનાગઢ મનપા દ્વારા માછલીઓના સ્થળાંતરને લઈને જીવદયા પ્રેમીઓની માંગની સાથે મનપાનું આયોજન કરવાને લઇને જણાવાયું હતું કે માછલીઓના સ્થળાંતરની જે કામગીરી ચાલી રહી છે તેને લોકોએ આવકારી છે. વધુમાં તળાવની તમામ માછલીઓને અન્ય જળાશયોમાં સ્થળાંતરિત નહીં કરવામાં આવે ત્યાં સુધી તળાવમાંથી પાણી ખાલી ન કરવાને લઈને પણ સ્પષ્ટ આદેશ કરી દેવામાં આવ્યો છે.

એકતરફ માછલીઓનું સ્થળાંતર થઈ રહ્યું છે તો બીજી તરફ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામ પણ સાથે સાથે જ ચાલી રહ્યું છે. જેથી આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને કામમાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટેનું આયોજન થઈ રહ્યું છે. જેના પ્રથમ તબક્કામાં માછલીઓને નરસિંહ મહેતા સરોવરમાંથી દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે...હરેશ પરસાણા, (જૂનાગઢ મનપા સ્થાયી સમિતિ ચેરમેન)

લાંબા સમયથી હતી પ્રતીક્ષા : જૂનાગઢમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને લઇને વધુ સુવિધાઓ મળે તે હેતુથી નરસિંહ મહેતા સરોવરના બ્યૂટિફિકેશનના કામ થવાની મનપા તંત્રની વારંવારની જાહેરાતો બાદ છેવટે પ્રારંભિક કાર્ય થતું જોવા મળી રહ્યું છે. ત્યારે જોહ્ર કરાયેલા ખર્ચના અંદાજ પ્રમાણે કાર્ય પૂરું થાય તે જોવું રહ્યું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details