ગુજરાત

gujarat

ETV Bharat / state

5000 કરતાં વધુ બાકીદારો પાસેથી 122 કરોડ ટેક્સ ઉઘરાવવા જૂનાગઢ મનપા વગાડાવશે ઢંઢેરો - ટેક્સ

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15મી ડિસેમ્બર બાદ 5500 જેટલા બાકીદારો પાસેથી લેણાના 122 કરોડ રૂપિયાને લઈને કાર્યવાહી થશે.પ્રત્યેક મિલકતધારકોના ઘર અને એકમો સામે જૂનાગઢ મનપા ઢંઢેરો વગાડવા જઈ રહી છે. કેટલાક વર્ષોથી બાકીદારો ટેક્સનું ચુકવણું ન કરતા જૂનાગઢ મનપાએ ઉઘરાણી માટે રાજારજવાડાઓના સમયમાં ખૂબ જ કારગર એવો ઢંઢેરો પીટાવવાની યોજના બનાવી છે.

5000 કરતાં વધુ બાકીદારો પાસેથી 122 કરોડ ટેક્સ ઉઘરાવવા જૂનાગઢ મનપા વગાડાવશે ઢંઢેરો
5000 કરતાં વધુ બાકીદારો પાસેથી 122 કરોડ ટેક્સ ઉઘરાવવા જૂનાગઢ મનપા વગાડાવશે ઢંઢેરો

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 4:11 PM IST

ટેક્સનું ચુકવણું ન કરતાં બાકીદારો ચેતી જાય

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી 15 મી ડિસેમ્બરના દિવસથી મનપાના બાકીદારો સામે ઢંઢેરો વગાડવાની કાર્યવાહી શરૂ કરશે. પાછલા નાણાકીય વર્ષો દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા 5500 જેટલા બાકીદારો સામે જૂનાગઢ મનપાને ટેક્સના રૂપમાં 122 કરોડ કરતાં પણ વધુની રકમ લેણી નીકળે છે. આ તમામ બાકીદારો પાછલા કેટલાક વર્ષોથી ટેક્સની રકમ ભરપાઈ નહીં કરતા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આગામી 15મી ડિસેમ્બર બાદ પ્રત્યેક બાકીદારોના ઘર અને ધંધાકીય એકમો સામે ઢંઢેરો પીટાવીને ટેક્સની રકમ વસૂલ કરવા જઈ રહી છે.

જૂનાગઢ મનપાની તિજોરી ખાલી : કોઈપણ સ્વાયત સંસ્થાનું સંચાલન અને તેનો ખર્ચ જે તે સત્તામંડળ વિસ્તારમાં આવતા લોકો દ્વારા ટેક્સ ભરવામાં આવે છે. તેમાંથી મોટા ભાગની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે પાછલા વર્ષો દરમિયાન જૂનાગઢના કેટલાક બાકીદારોએ કરોડો રૂપિયાનો ટેક્સ નહીં ચૂકવતા જૂનાગઢ મનપાની તિજોરી પર વિપરીત અસરો થઈ છે. અત્યાર સુધીમાં 30.12 કરોડ રૂપિયાના ટેક્સની ઉઘરાણી થઈ ચૂકી છે, પરંતુ હજી માતબર કહી શકાય તેવા 122 કરોડ ચડત ટેક્સની રકમ ઉઘરાવવાનું બાકી છે જેને લઇને મનપા આકરી બની રહી છે.

બાકીદારોને નોટિસ :5500 જેટલા બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે તે તમામ બાકીદારો પાસે 25,000 કરતાં વધુના ટેક્સની રકમની લેણી જૂનાગઢ મનપામાં ચડત થયેલી છે. જેને વસૂલવા માટે ઢંઢેરો વગાડવાની યોજના કોર્પોરેશનને શરૂ કરી છે.

મનપાએ અગાઉ યોજના જાહેર કરી : જૂનાગઢ મનપા દ્વારા અગાઉ બાકીદારો માટે અનેક યોજનાઓ પણ શરૂ કરી છે. જે પૈકીની તમામ યોજનાઓ હાલ ચાલી રહી છે. જે ટેક્સધારકોની રકમ વધુ છે એક સમયે આ રકમ ભરપાઈ કરવા માટે જે તે ખાતેદાર સક્ષમ નથી તેવા તમામ ખાતેદારોને વ્યાજ માફી તેમજ ચડત ટેક્સની રકમના સરળ હપ્તા કરવાની યોજના પણ જૂનાગઢ કોર્પોરેશને અમલમાં મૂકી છે. તેમ છતાં હજુ 122 કરોડનો ટેક્સ બાકી રહેતા મનપાએ નવી કામગીરી શરૂ કરી છે.

સ્ટેન્ડિંગ ચેરમેને આપી વિગતો : જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ બાકી રહેતી ટેક્સની રકમને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે 5500 જેટલા બાકીદારો પાસેથી રકમની ઉઘરાણી આગામી દિવસોમાં મનપાના કર્મચારીઓ દ્વારા તેમના સ્થળે જઈને ઢંઢેરો વગાડીને ટેક્સની રકમ વસૂલાત કરવાની યોજના બનાવી છે. અગાઉ રાજા રજવાડાઓના સમયમાં પણ ઢઢેરો ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હતો. કોઈપણ રાજા રજવાડા કે શાસકો દ્વારા તેમના નગરજનોને રાજા દ્વારા કરવામાં આવેલા ફરમાનોની જાણ માટે પણ ઢંઢેરો પીટવામાં આવતો હતો. તો આ સિવાય કોઈ મહત્વની જાહેરાત કરવા માટે પણ રાજા રજવાડાઓ ઢંઢેરો પીટાવતા હતાં. પરંતુ હવે આધુનિક યુગમાં પણ લોકો ટેક્સ ચૂકવતા નથી તેની વસૂલી માટે રાજા રજવાડાઓની પદ્ધતિને જૂનાગઢ મનપા અમલમાં મુકવા જઈ રહી છે.

  1. Junagadh Water Issue : જૂનાગઢના નાગરિકોને પીવાના પાણી માટે વલખા, તંત્રએ આપ્યો ખુલાસો
  2. Junagadh News : જર્જરિત મકાનો દૂર કરો પણ ધંધા-રોજગાર, રહેઠાણ ભાડુઆતોની મુશ્કેલી વિશે વિચારજો જૂનાગઢ મનપા

ABOUT THE AUTHOR

...view details