ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News : પ્રથમ વખત જૂનાગઢના 200 શ્રાવક શ્રાવિકાઓ જોડાયા આયંબિલ ઓળી મહોત્સવમાં - આયંબિલ ઓળી મહોત્સવ

ભગવાન મહાવીરનો આજે 2,621 માં જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ચૈત્ર સુદ તેરસના દિવસે ઉજવાતા આ મહાપર્વમાં જૂનાગઢના જૈન સમાજ માટે અદકેરો બન્યો હતો. કારણ કે પ્રથમ વખત જૂનાગઢના 200 જેટલા શ્રાવક અને શ્રાવિકાઓ આયંબિલ ઓળી મહોત્સવમાં જોડાયા છે.

Junagadh News : પ્રથમ વખત જૂનાગઢના 200 શ્રાવક શ્રાવિકાઓ જોડાયા આયંબિલ ઓળી મહોત્સવમાં
Junagadh News : પ્રથમ વખત જૂનાગઢના 200 શ્રાવક શ્રાવિકાઓ જોડાયા આયંબિલ ઓળી મહોત્સવમાં

By

Published : Apr 3, 2023, 7:56 PM IST

ચૈત્ર સુદ તેરસના દિવસે અવતરણ પામ્યા મહાવીર

જૂનાગઢ : ભગવાન મહાવીર સ્વામીના પંચ કલ્યાણક મહોત્સવની ઉજવણી પ્રસંગે પ્રથમ વખત જૂનાગઢના 200 જેટલા શ્રાવક અને શ્રાવીકાઓ આયંબિલ ઓળી મહોત્સવમાં જોડાયા છે. ભગવાન મહાવીર સ્વામી દ્વારા દર્શાવવામાં આવેલા સિદ્ધાંતો પર આયંબિલ ઓળી મહોત્સવ આધારિત છે. ત્યારે આજે ચૈત્ર મહિનામાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસે શ્રાવક અને શ્રાવિકાઓએ આયંબિલ ઓળી મહોત્સવમાં ભાગ લીધો હતો.

ભગવાન મહાવીર જન્મદિવસ : ભગવાન મહાવીર સ્વામી ચૈત્ર સુદ તેરસના દિવસે અવતરણ પામ્યા હતા. ત્યારે આજે તેમનો 2,621 માં જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી જન્મ ધારણ કરીને જગતના તમામ જીવોનું કલ્યાણ થાય તે માટે કાર્ય કર્યું છે. જેને કારણે તેમના અવતરણ દિવસને જન્મ કલ્યાણક દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો Mahavir Jayanti 2023 : જાણો મહાવીર જયંતિનું મહત્વ અને ભગવાન મહાવીરના સિદ્ધાંતો

જન્મ કલ્યાણક દિવસની ઉજવણી : ભગવાન મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કર્યા બાદ 12 વર્ષ સુધી સતત ધ્યાન તપ મૌન અને સાધના કરી હતી. આ સમય દરમિયાન જૈન શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ મુજબ તેમણે માત્ર 48 મિનિટ સુધી નિંદ્રા લીધેલી હતી. આવી ખૂબ જ કઠોર અને દેવ સ્વરૂપ કરી શકે તે પ્રકારની સાધના મહાવીર સ્વામી એ પ્રાપ્ત કર્યા બાદ જગતના તમામ જીવોને જીવો અને જીવવા દોનો સંદેશો આપ્યો હતો. ત્યારે ચૈત્ર મહિનામાં તેરસના દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ઉજવણી જૂનાગઢમાં કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે પ્રથમ વખત 200 જેટલા શ્રાવક અને શ્રાવીકાઓએ આયંબિલ મહોત્સવમાં ભાગ લઈને ભગવાન મહાવીર સ્વામીના દર્શાવેલા પથ પર ચાલવાનો પ્રયાસ કર્યો છે.

જૈન ધર્મમાં આયંબિલ ઓળીનું ખૂબ મહત્વ : જૈન ધર્મમાં આયંબિલ ઓળીનું ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે. જૈન ધર્મની દંત કથા મુજબ ભગવાન મહાવીર સ્વામીએ કઠોર તપસ્ચર્યા કર્યા બાદ ખૂબ જ સાદુ ભોજન ગ્રહણ કર્યું હતું. જેમાં તમામ પ્રકારના સ્વાદ મરી મસાલા તેલ ઘી સહિત તમામનો ત્યાગ કરીને માત્ર બાફેલા કઠોળ પર જ નવ દિવસ સુધી કઠોર સાધના દરમિયાન રહેવાની જે પરંપરા શરૂ કરી હતી તે આજે પણ અનેક વર્ષો બાદ જોવા મળે છે. આજના દિવસે જૈન શ્રાવક અને શ્રાવિકાઓ આયંબિલ ઓળીના નવ દિવસો દરમિયાન દિવસમાં એક વખત અને તે પણ માત્ર બાફેલો ખોરાક ગ્રહણ કરે છે જેમાં શાકભાજી તેલ ઘી ગોળ ખાંડ તમામને નિષેધ કરવામાં આવે છે.

આ પણ વાંચો SHANI PRADOSH 2023 : સંતાન પ્રાપ્તિ માટે શનિ પ્રદોષનું વ્રત કરો, જાણો પૂજા પદ્ધતિ અને મુહૂર્ત વિશે

અહિંસાનું શસ્ત્ર આપ્યું :મહાવીર સ્વામીએ તેમના સંદેશામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે હિંસા દ્વારા લડે તેને વીર કહેવાય, પરંતુ અહિંસા દ્વારા લડે તેને મહાવીર કહેવાય છે, મહાવીર સ્વામીના આ સંદેશને મહાત્મા ગાંધી પણ ખૂબ જ અનુસરતા હતા, તેમણે તેમના બાલ્ય કાળમાં જૈન સંત બેચરજી સ્વામી પાસે પ્રતિજ્ઞા બધ્ધ થયા અને યુવાન કાળમાં તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર પાસે અહિંસાના પાઠ શીખીને સત્યાગ્રહને શસ્ત્ર બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details