જૂનાગઢ : દિવસે કાચું અને રાત્રે પાકુ ખોરાકની આ પદ્ધતિને લઈને જૂનાગઢમાં એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ શહેરના 100 જેટલા વ્યક્તિઓએ હાજર રહીને પ્રાચીન કાળથી ચાલતી આવતી ખોરાકની આ પદ્ધતિને અપનાવીને સ્વસ્થ્યતા અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં પહેલ કરી છે.
દિવસે કાચું રાત્રે પાકુ ખોરાકની પદ્ધતિ :રામચરિત માનસમાં ખોરાકની આ પદ્ધતિનો વિશેષ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ દિવસ દરમિયાન જુદી જુદી લીલી ભાજી શાકભાજી વનસ્પતિ ફળ ફ્રુટ અને અન્ય ચીજ વસ્તુઓ કે જેને રાંધ્યા વગર સીધી ઉપયોગમાં લઈ શકાય અને આવી ચીજ વસ્તુઓથી કોઈપણ વ્યક્તિને કોઈ નુકસાન ન થાય તે પ્રકારે સીધું ગ્રહણ કરવાની એક શિબિર સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. જેમાં 100 કરતાં વધુ લોકોએ હાજર રહીને દિવસે કાચું અને રાત્રે પાકું આ ખોરાક પદ્ધતિને અપનાવી હતી.
વિવિધ શાકભાજી અને ફળોનો ઉપયોગ : આજની એક દિવસીય શિબિરમાં વિવિધ લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં મેથી પાલક ધાણા ફુદીનો કોબીજ કાકડી ગાજર મૂળા બીટ ટમેટા લીલા મરચા, લીંબુ આદુ ફણગાવેલા મગ અને ચણાની સાથે લસણનો ઉપયોગ કરીને તમામ પ્રકારની ખાદ્ય ચીજો બનાવવામાં આવી હતી. જે કોઈપણ વ્યક્તિઓ માટે ખૂબ જ આરોગ્યપ્રદ અને લાભકારક માનવામાં આવે છે.
લીલા શાકભાજીમાંથી બનાવ્યું જ્યુસ :લીલા શાકભાજી મેથી પાલક ધાણા ફુદીનો લીંબુ સંચળ આદુનો ઉપયોગ કરીને આરોગ્યવર્ધક લીલો જ્યુસ પણ બનાવવામાં આવ્યો હતો. આ તમામ પ્રકારની શાકભાજી અને લીલી ભાજી એકદમ તેના મૂળ સ્વરૂપમાં ખોરાક તરીકે સીધી ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ક્લોરોફીલ શક્તિ સ્વરૂપે સંગ્રહ ગ્લુકોઝ મિનરલ અને ખનીજ બિલકુલ કુદરતી રીતે શાકભાજીમાં બને છે. તે મૂળ સ્વરૂપે સીધા પોષણરૂપે કોઈપણ વ્યક્તિને ખોરાક મારફતે પ્રાપ્ત થાય છે. જેથી આ પ્રકારનો ખોરાક કોઈપણ વ્યક્તિના સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.
- Raw Milk Benifits: કાચું દૂધ શરીર માટે રામબાણ માનવામાં આવે છે, જાણો કાચું દૂધ પીવાના ફાયદા
- Heart Disease : આધુનિક ખોરાક પદ્ધતિ અને અનિયમિત દિનચર્યા હૃદયરોગને આપે છે નિમંત્રણ, જૂનાગઢના તબીબનો પ્રતિભાવ