ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News : ગિરનાર અભયારણ્ય જાહેર થયા પછી વધ્યું પ્રદૂષણનું પ્રમાણ - ગિરનાર અભયારણ્ય

ગિરનારને અભયારણ્ય જાહેર થયાંને 15 વર્ષ થઇ ગયાં છે. ત્યારે સ્થાનિક વેપારીઓની રોજગારી તો વધી છે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ પણ ખૂબ વધ્યું છે. પ્રકૃતિપ્રેમીઓ દ્વારા સરકારી તંત્ર અને પ્રવાસીઓ પોતાની આત્મજ્ઞાનથી પ્રદૂષણને ઘટાડે તેવી માંગ કરવામાં આવી છે.

Junagadh News : ગિરનાર અભયારણ્ય જાહેર થયા પછી વધ્યું પ્રદૂષણનું પ્રમાણ
Junagadh News : ગિરનાર અભયારણ્ય જાહેર થયા પછી વધ્યું પ્રદૂષણનું પ્રમાણ

By

Published : May 3, 2023, 7:17 PM IST

પ્રકૃતિપ્રેમીઓની અપીલ

જૂનાગઢ : 3જી મે 2008 આજના દિવસે ગિરનારને કેન્દ્રીય સરકાર દ્વારા અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. અભયારણ્ય જાહેર થવાને આજે 15 વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે. પરંતુ ગિરનાર અભયારણ્ય જાહેર કરવાના મૂળભૂત હેતુ પર જાણે કે પાણી ફરી વળ્યુ હોય તે પ્રકારે ગિરનાર સતત પ્લાસ્ટિક પ્રદૂષણથી દૂષિત થઈ રહ્યો છે. જેની ચિંતા રાજ્યની વડી અદાલતે પણ કરી છે. ત્યારે ગિરનાર પર પ્રદૂષણ ઓછું થાય તે માટે સરકારી તંત્ર અને પ્રવાસીઓ પોતાની આત્મજ્ઞાનથી પ્રદૂષણને ઘટાડે તેવી માંગ પ્રકૃતિ પ્રેમીઓ કરી રહ્યા છે.

ગિરનાર અભયારણ્ય 15 વર્ષ પૂર્ણ : વર્ષ 2008ની ત્રીજી મેના દિવસે કેન્દ્રીય સરકાર દ્વારા ગિરનારને અભયારણ્ય જાહેર કરાયો હતો. 2008 થી લઈને અત્યાર સુધી 15 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં અભયારણ્ય જાહેર કરવાના મૂળભૂત હેતુ પર જાણે કે પૂર્ણવિરામ આવી ગયું હોય તે પ્રકારે ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. અભયારણ્ય જાહેર થયા બાદ વન વિભાગના કાયદા તળે અહીં વન્ય પ્રાકૃતિક અને પ્રાણી સંપદાઓ સુરક્ષિત બનતી હોય છે. ત્યારે પાછલા વર્ષોમાં ગિરનાર પર પ્રદૂષણ અને ખાસ કરીને પ્લાસ્ટિકના પ્રદૂષણ માઝા મુકતા રાજ્યની વડી અદાલતે ચિંતા વ્યક્ત કરીને જૂનાગઢ વન વિભાગ કલેક્ટર કમિશનર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ગિરનાર પ્રદૂષણમુક્ત થાય તે દિશામાં કામ કરવાની તાકીદ કરી છે.

આ પણ વાંચો ગિરનાર જંગલમાંથી 3000 કિલો પ્લાસ્ટિક એકત્ર, પ્રકૃતિને પ્રદુષણમુક્ત કરવા અભિયાન

2008માં જાહેર થયું હતું અભયારણ્ય : વર્ષ 2008માં ગિરનારને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષોથી ગિરનાર વિસ્તારમાં જંગલના રાજા સિંહ સતત જોવા મળે છે. તેમની હાજરી ગિરનારને વધુ રોચક બનાવે છે પરંતુ ગિરનાર પર્વત વિસ્તારમાં ગિરનારી ગીધ તરીકે ઓળખાતા વલ્ચર એકમાત્ર ગિરનાર પર્વતમાં જોવા મળે છે. જેની સંખ્યામાં વધારો થાય જેને ધ્યાને રાખીને ગિરનારને અભયારણ્ય જાહેર કરાયું હતું ગીધ સંકટગ્રસ્ત પ્રજાતિ તરીકે આજે પણ ઓળખાઈ રહ્યું છે. ત્યારે સતત વધેલું પ્લાસ્ટિકનું પ્રદૂષણ ગિરનારી ગીધ માટે પણ આવનારા સમયમાં કોઈ ખતરાની ઘંટડી વગાડી શકે છે.

વેપારીઓને અપીલ : આવી સ્થિતિમાં અભયારણ્ય બનાવવાના મૂળભૂત હેતુઓનો અમલ થાય. પ્રવાસીઓ અને ગિરનાર પર્વત પર છૂટક રોજગારી મેળવતા વેપારીઓ પોતાના આત્મજ્ઞાન થકી પણ પ્રદૂષણને ઘટાડવામાં રોકવામાં કે નહિવત કરવામાં આગળ આવે તો જ આવનારા સમયમાં ગિરનારને પ્રદૂષણમુક્ત બનાવી શકવાની દિશામાં સૌ કોઈને સફળતા મળે તેમ છે. પરંતુ અભયારણ્ય જાહેર થયા બાદ પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જે ખૂબ મોટી ચિંતાનું કારણ પણ બની શકે છે.

આ પણ વાંચો High Court: ગિરનાર પર્વત પર ગંદકી મામલે HCએ જૂનાગઢ કલેક્ટર અને કૉર્પોરેશનને જોઈન્ટ રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ

રોપ વે આવવાથી પ્રવાસીની સંખ્યામાં વધારો : ગિરનાર પર્વત પર રોપ વે શરૂ થયો છે. ત્યારથી પ્રવાસીઓની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં ગિરનાર પર પગથિયા ચડીને જનારા યાત્રિકોની સંખ્યા પ્રમાણમાં મર્યાદિત રહેતી હતી. આવા સમયે પ્રદૂષણનો પ્રકોપ જે આજે જોવા મળે છે તે પ્રકારે અનુભવવામાં આવતો ન હતો. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં અને ખાસ કરીને રોપવે શરૂ થવાથી પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસ વધારો થયો છે. જેને કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

પ્રકૃતિ સુરક્ષાની વિનંતી : જોકે પ્રદૂષણનું કારણ બની રહ્યું છે તેવું માનવું પણ ભૂલભરેલું છે. અહીં આવતા પ્રત્યેક પ્રવાસી પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે જંગલની સાથે પ્રકૃતિ સુરક્ષા સાથે પ્રવાસનો આનંદ ઉઠાવે તો ગિરનારને પ્રદૂષણમુક્ત બનાવી શકાય તેમ છે અને આવું કરવા પ્રકૃતિપ્રેમીઓ પણ ગિરનાર આવતા પ્રત્યેક પ્રવાસીઓને આગ્રહભરી વિનંતી પણ કરી રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details