જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીને લઈને આજે ભાજપ દ્વારા 15 વોર્ડના તમામ 60 ઉમેદવારોએ તેમનો ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારી પત્ર રજૂ કરતી પહેલા સરદાર પટેલ ચોક ખાતે ભાજપના અગ્રણીઓ અને ચૂંટણી લડવા જઈ રહેલા તમામ 60 ઉમેદવારોએ ચૂંટણી સભામાં હાજરી આપી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખોએ પણ હાજરી આપી હતી.
જૂનાગઢમાં મનપાની ચૂંટણીને લઈ ઉમેદવારીપત્રો રજૂ કરાયા, 60 ઉમેદવારો રહ્યા હાજર
જૂનાગઢ : શહેર મનપાની સામાન્ય ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા એક સાથે તમામ 15 વોર્ડના 60 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.
શહેરના જીમખાના વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી લડવા જઈ રહેલા તમામ 60 ઉમેદવારોની સાથે પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, શહેર ભાજપના અગ્રણીઓ જૂનાગઢ મનપાના પ્રભારી નીતિન ભારદ્વાજ ગોરધનભાઈ ઝડફિયા, કિરીટસિંહ રાણા જશુમતી બેન કોરાટ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને જાહેર થયેલા ઉમેદવારો પૈકી મહેન્દ્રભાઈ મશરૂએ સભામાં હાજરી આપવાનો મુનાસિબ માન્યું ન હતું. જણાવા મળ્યુ કે, મહેન્દ્ર ભાઈ તેમના અંગત કારણોસર અન્ય કામમાં વ્યસ્ત હોવાથી આ સભામાં આવ્યા નથી.