ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં યુદ્ધ વિમાન ? JMC એ આ કરી મોટી ભૂલ - Wings India 2022 schedule

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Junagadh Municipal Corporation )સત્તાધીશો દ્વારા શહેરના ગાંધી ચોકમાં ભારતીય સેના દ્વારા મળેલા યુદ્ધ વિમાનને પ્રદર્શન(Warplane demonstration)માટે મૂકવામાં આવ્યું છે. પરંતુ આ યુદ્ધ વિમાનને લઈને કોઈ માહિતી પ્રદર્શન સ્થળ પણ રાખવામાં આવી નથી જેના કારણે લોકો અસમંજસમાં મુકાઈ રહ્યા છે.

જૂનાગઢમાં પ્રદર્શન માટે યુદ્ધ વિમાન તો મુંક્યું પણ JMC વિમાનની માહિતી મુકવાનું ભુલી
જૂનાગઢમાં પ્રદર્શન માટે યુદ્ધ વિમાન તો મુંક્યું પણ JMC વિમાનની માહિતી મુકવાનું ભુલી

By

Published : May 19, 2022, 3:55 PM IST

જૂનાગઢ: શહેરની મનપા દ્વારા શહેરના ગાંધી ચોકમાં ભારતીય સેના દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને (Junagadh Municipal Corporation ) આપવામાં આવેલા યુદ્ધ વિમાન લોકોના પ્રદર્શન (Warplane demonstration)માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પાછલા ઘણા સમયથી આ વિમાન ભારતીય વાયુસેનાએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને (Exhibition of warplanes at Junagadh)આપ્યું હતું. આ વિમાનનું રિસ્ટોરેશન કરીને જૂનાગઢમાં આવતા પ્રત્યેક વ્યક્તિ ભારતીય સેનાના આ વિમાનને જોઈ શકે તે માટે શહેરના ગાંધી ચોકમાં પ્રદર્શન માટે ખુલ્લું મૂકયું હતું.

યુદ્ધ વિમાન

આ પણ વાંચોઃભારતીય વાયુસેનામાં 2 મિરાજ 2000 યુદ્ધ વિમાનોનો સમાવેશ, ગ્વાલિયર એરબેઝ પર પહોંચ્યા

વિમાન મૂક્યું પરંતુ સત્તાધીશો માહિતી મુકવામાં ખાઈ ગયા થાપ -પરંતુ આ વિમાનને લઈને કોઈ પણ પ્રકારની માહિતી પ્રદર્શન સ્થળ પર મૂકવામાં આવી નથી જેના કારણે લોકો અસમંજસની સ્થિતિમાં જોવા મળે છે. વિપક્ષે વિમાનને લગતી તમામ માહિતી પ્રદર્શન સ્થળ પર મૂકવામાં આવે તેવી માંગ પણ કરી છે. જૂનાગઢ મનપાના સત્તાધીશો દ્વારા આનન ફાનનમાં ભારતીય સેનાએ (Indian Air Force)ભેટમાં આપેલું યુદ્ધ વિમાન લોકોના પ્રદર્શન માટે મૂકી દીધું પરંતુ આ વિમાનને લઈને કોઈ પણ પ્રકારની માહિતી પ્રદર્શન સ્થળ પર મૂકવામાં સત્તાધીશો થાપ ખાઈ ગયા છે. આ વિમાન કયા વર્ષમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું વિમાન ભારતમાં નિર્મિત છે કે વિદેશમાં બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃમોદી ઈન કચ્છઃ વડાપ્રધાનની અંદાજિત 92 વખત લીધેલ કચ્છની મુલાકાત સમયની તસવીરોનું પ્રદર્શન

વિમાન પ્રદર્શનમાં મૂકાયુ -આ વિમાનનો યુદ્ધના સમયમાં ઉપયોગ થતો હતો કે કેમ યુદ્ધના સમયે આ વિમાન હથિયારોનું પરિવહન કરી શકે કે કેમ વિમાનની ક્ષમતા કેટલી આ વિમાનમાં કેટલા પાયલોટ સવાર થઈ શકે અને વિમાન એક વખત ઉડાન ભર્યા પછી કેટલા કલાક સુધી ઉડાનમાં રહી શકે તે સહિતની વિમાનની તમામ માહિતી પ્રદર્શન સ્થળ પર હોવી જોઈએ જેથી વિમાનને જોવા માટે આવતા લોકો આ વિમાનની તમામ માહિતી મેળવી શકે પરંતુ હાલ વિમાન પ્રદર્શનમાં મૂકાયુ છે. લોકો વિમાનને જોઈ રહ્યા છે પરંતુ વિમાનને લગતી માહિતીનો અભાવ હોવાને કારણે લોકો પણ અસમંજસમાં મુકાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details