ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ 125 સંસ્થાઓને ફટકારી નોટિસ - Junagadh Municipal Corporation

જૂનાગઢ મનપા દ્વારા ફાઇર સેફ્ટીને લઇને કાર્યવાહી કરવામાં આવી છે. 125 જેટલી સંસ્થાઓને તાકિદે ફાયર સેફ્ટી મેળવી લેવા તાકીદ કરી છે.

ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ 100 સંસ્થાઓને ફટકારી નોટિસ
ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ 100 સંસ્થાઓને ફટકારી નોટિસ

By

Published : Mar 27, 2021, 6:20 PM IST

Updated : Mar 27, 2021, 8:31 PM IST

  • ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપામાં આક્રોશમાં
  • શહેરમાં આવેલા 125 જેટલી સંસ્થાઓને ફટકારાઇ નોટીસ
  • આગામી દિવસોમાં ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી

જૂનાગઢઃ ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ શહેરમાં આવેલા ખાનગી શોપિંગ સેન્ટર, શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલ રેસ્ટોરન્ટ અને હોટેલોને નોટિસ ફટકારી છે. 125 જેટલી સંસ્થાઓને તાકિદે ફાયર સેફ્ટી મેળવી લેવા તાકીદ કરી છે. આગામી દિવસોમાં અન્યથા આ મિલકતોને સીલ કરવા સુધીની તૈયારી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હાથ ધરશે.

ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ 100 સંસ્થાઓને ફટકારી નોટિસ

ફાયર સેફ્ટીને લઇને જૂનાગઢ મનપા સક્રિય

સતત વધી રહેલા આગના બનાવોને ધ્યાને લઇને હવે જૂનાગઢ મનપા પણ ફાયર સેફ્ટીની દિશામાં ખૂબ જ આકરી બની શકે છે. મનપાના સત્તાધીશો દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલા 125 જેટલા સંસ્થાનોને ફાયર સેફ્ટીને લઈને તાકીદે પ્રમાણપત્ર મેળવી લેવાની અંતિમ નોટિસ ઇસ્યુ કરી છે. આગામી દિવસોમાં નોટિસ ઇસ્યૂ કરેલા કોઈપણ સંસ્થાનો ફાયર સેફ્ટી પ્રમાણપત્ર નહીં મેળવે તો આગામી દિવસોમાં આવી તમામ સંસ્થાને સીલ કરવા સુધીની પ્રક્રિયા જૂનાગઢ મનપા હાથ ધરશે.

સતત વધી રહેલા આગના બનાવોને લઈને રાજ્યની વડી અદાલત પણ નાખુશ

સતત આગના બનાવો ગુજરાતમાં વધી રહ્યા છે. તેમાં પણ હોસ્પિટલના આગના બનાવોને ખૂબ જ ગંભીર ગણવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિ કાંડને મામલે રાજ્યની વડી અદાલતમાં સુનાવણી ચાલી રહી છે, ત્યારે આગના બનાવને ખૂબ જ ગંભીર માનીને રાજ્યની વડી અદાલતે અમદાવાદ સહિત રાજ્યની તમામ નવ મહાનગરપાલિકાઓને નોટિસ ઇસ્યુ કરીને આગામી દિવસોમાં ફાયર સેફ્ટીને લઈને તેમના દ્વારા કરવામાં આવેલી અમલવારીનો જવાબ રજૂ કરવાની તાકીદ કરાઈ છે. જેને લઇને જૂનાગઢ મનપાએ શહેરની 125 જેટલી સંસ્થાનોને નોટિસ ઇસ્યુ કરીને તાકિદે ફાયર NOC મેળવી લેવાની પ્રક્રિયામાં જોડાઈને મનપા દ્વારા સંભવિત આકરી કાર્યવાહીથી બચવાનો એકમાત્ર અંતિમ વિકલ્પ હોવાનું જૂનાગઢ મનપાના સત્તાધીશો જણાવી રહ્યા છે.

Last Updated : Mar 27, 2021, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details