જૂનાગઢ મનપાના કાયમી કર્મચારીઓ દ્વારા સંચાલિત ક્રેડિટ કો-ઑપરેટીવ સોસાયટીએ અનુકરણીય નિર્ણય લીધો છે. ક્રેડીટ સોસાયટીના સભ્યોને દિવાળીના બોનસમાં હેલ્મેટ આપવામાં આવ્યા હતા.
દિવાળી બોનસમાં હેલ્મેટઃ જૂનાગઢ મનપાની આવકારદાયક પહેલ
જૂનાગઢ: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમો લાગુ કર્યા બાદ લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. જૂનાગઢ મનપાના કર્મચારીઓ દ્વારા સંચાલિત ક્રેડિટ સોસાયટીએ તમામ કાયમી કર્મચારીઓને દિવાળીના બોનસ તરીકે હેલ્મેટ આપવાનો નિર્ણય કર્યો છે. તમામ કર્મચારીઓને હેલ્મેટ આપી પોતાની સુરક્ષા પ્રત્યે સભાન કરાવવા માટે નિર્ણય કરાયો છે.
JMR
આ કાર્યક્રમમાં જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર મેયર સહિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓએ હાજરી આપી હતી. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ તેમના પારિવારિક સ્મરણોને યાદ કરીને હેલ્મેટનું મહત્વ અને હેલ્મેટ શા માટે પહેરવું જોઈએ તે અંગે કર્મચારીઓને સમજ આપી હેલ્મેટ પહેરવા આગ્રહ કર્યો હતો. સરકારે બનાવેલ કાયદાનો લોકો ચુસ્તપણે અમલ કરે તેવી અપીલ મનપા કમિશ્નરે કરી હતી. ગુજરાતમાં 15 ઓક્ટોબરથી ટ્રાફ્રિકના નિયમોનો અમલ થશે.