ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં 5 વર્ષની વિકાસની રૂપરેખા બે વર્ષમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે : સંજય કોરડીયા - Junagadh City

જૂનાગઢ વિધાનસભા બેઠકના વિજેતા ભાજપના સંજય કોરડીયા (Junagadh MLA Sanjay Koradiya )એ જૂનાગઢ શહેરના વિકાસની પરિભાષાને (Road Map Of Development )લઈને પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સાંસ્કૃતિક ધાર્મિક અને ઐતિહાસિક ધરોહરની સાથે જૂનાગઢ શૈક્ષણિકનગરી બને અને વિકાસના કામો ફળીભૂત થાય તેવી પ્રતિબદ્ધતા ધારાસભ્ય સંજય કોરડીયાએ વ્યક્ત કરી છે.

જૂનાગઢમાં 5 વર્ષની વિકાસની રૂપરેખા બે વર્ષમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે સંજય કોરડીયા
જૂનાગઢમાં 5 વર્ષની વિકાસની રૂપરેખા બે વર્ષમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે સંજય કોરડીયા

By

Published : Dec 13, 2022, 5:44 PM IST

વિકાસના કામો ફળીભૂત થાય તેવી પ્રતિબદ્ધતા

જૂનાગઢ જૂનાગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને પરાજય આપીને અત્યાર સુધી સૌથી મોટા મતોના અંતરથી વિજેતા થયેલા ભાજપના સંજય કોરડીયા(Junagadh MLA Sanjay Koradiya )એ જૂનાગઢ શહેરના વિકાસની પરિભાષા (Road Map Of Development )ને લઈને પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સાંસ્કૃતિક ધાર્મિક અને ઐતિહાસિક ધરોહરની સાથે જૂનાગઢ શૈક્ષણિકનગરી પણ બની રહ્યું છે અને તમામ ક્ષેત્રોમાં આગામી બે વર્ષ દરમિયાન વિકાસના કામો ફળીભૂત થાય તેને લઈને કામ કરવાની પ્રતિબદ્ધતા ધારાસભ્ય સંજય કોરડીયાએ વ્યક્ત કરી છે.

5 વર્ષની વિકાસની રૂપરેખા બે વર્ષમાં પૂર્ણ કરવાનો પ્રયાસ જૂનાગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને હરાવીને અત્યાર સુધીની સૌથી મોટા મતોના અંતરથી વિજેતા બનેલા ભાજપના સંજય કોરડીયા (Junagadh MLA Sanjay Koradiya )એ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન જૂનાગઢ શહેરમાં થનારા વિકાસના કામોને લઈને જણાવ્યું હતું કે જૂનાગઢ ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતી ભૂમિ છે જેમાં હવે શિક્ષણનો સમાવેશ પણ થયો છે. ત્યારે પ્રવાસનની સાથે હવે શૈક્ષણિક હબ તરીકે પણ જૂનાગઢને વિકસિત કરવાની લોકોએ જે જવાબદારી તેમના પર મૂકી છે તેને ફળીભૂત કરવાનો ભરોસો વ્યક્ત કરું છું. તેમણે જૂનાગઢના વિકાસને લઈને પાંચ વર્ષના રોડ મેપને આગામી બે વર્ષના સમયગાળા સુધીમાં પૂર્ણ (Road Map Of Development )કરવાની નેમ વ્યક્ત કરી હતી.

જૂનાગઢમાં વિકાસના કામોને લઈને કેન્દ્રીય નેતૃત્વ સક્રિય જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા (Junagadh MLA Sanjay Koradiya )જૂનાગઢના વિકાસને લઈને રાજ્ય અને કેન્દ્રની સરકાર ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે. પાછલા પાંચ વર્ષો દરમિયાન જૂનાગઢ શહેર(Junagadh City ) માં ભાજપના ધારાસભ્ય નહીં હોવા છતાં પણ ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થાનોને જાળવણી અને તેના રીનોવેશનને લઈને ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યો છે. હવે જ્યારે જૂનાગઢ શહેરમાંથી ભાજપના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે ત્યારે આ વિકાસને બમણો વેગ (Road Map Of Development )મળશે. જેને કારણે જૂનાગઢ વિધાનસભામાં વિકાસના કામોની હારમાળાનું સર્જન થશે. સાથે સાથે લોકોને જે અગવડતાઓ પડી રહી છે તેની ચિંતા કરીને ધારાસભ્ય સંજય કોરડીયા (Sanjay Koradiya ) એ આગામી દિવસોમાં લોકોની સુખાકારી અને લોકઉપયોગી કામો ખૂબ જ ઝડપથી આગળ વધે તેવું આયોજન કરાશે.

ABOUT THE AUTHOR

...view details