ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનના ચોથા તબક્કામાં જૂનાગઢને મળી શકે છે, કેટલીક વધુ છૂટછાટ - concessions

આગામી સોમવારથી ચોથા તબક્કાના લોકડાઉનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવેલા જૂનાગઢ જિલ્લામાં વધુ કેટલીક છૂટછાટો સાથે લોકડાઉનનો અમલ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

Junagadh
જૂનાગઢ

By

Published : May 16, 2020, 5:00 PM IST

જૂનાગઢ: આગામી સોમવારથી ચોથા તબક્કાના લોકડાઉનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવેલા જૂનાગઢ જિલ્લામાં વધુ કેટલીક છૂટછાટો સાથે લોકડાઉનનો અમલ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

આગામી લોકડાઉનના ચોથા તબક્કામાં જૂનાગઢને મળી શકે છે કેટલીક વધુ છૂટછાટ

ત્યારે પ્રથમ ત્રણ તબક્કામાં જે પ્રકારે છૂટછાટો આપવામાં આવી હતી. તેમાં વધુ કેટલીક સેવાઓનો ઉમેરો પણ થઈ શકે છે. જિલ્લામાં વધુ રાહતો સાથે ચોથા તબક્કાનું લોકડાઉન જોવા મળી શકે છે. આ તબક્કામાં મોટા ભાગના ગૃહ અને નાના ઉદ્યોગોને વધુ કેટલીક રાહતો મળે તેવું સ્વાભાવિક છે.

પરંતુ ચોથા તબક્કામાં પણ તમામ ધર્મના ધાર્મિક સ્થાનોને કોઈ છૂટછાટ મળે તેવી શક્યતાઓ હાલ નહીવત જણાઈ રહી છે, જે પ્રકારે ત્રીજા તબક્કા તબક્કા સુધી ધાર્મિક સ્થાનો અને તમાકુની દુકાનો બંધ રાખવામાં આવી હતી. ચોથા તબક્કામાં પણ ધર્મસ્થાનો ખુલે તેવી કોઈ શક્યતાઓ આજના દિવસે જણાતી નથી. પરંતુ તમાકુના વેપારીઓને થોડી કલાકો પૂરતી ચોથા તબક્કામાં રાહત મળે તેવી શક્યતાઓને પણ નકારી શકાતી નથી.

ABOUT THE AUTHOR

...view details