જૂનાગઢ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં સદંતર બંધ - Junagadh News
જનતા કરફ્યૂને લઈને જૂનાગઢ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં સદંતર બંધ રાખવામાં આવ્યું હતું. કોરોના વાઇરસના કારણે લોકએ જ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કરતાં માંગરોળ તેમજ માળીયા હાટીના તાલુકાઓ સદંતર બંધ રહ્યા હતા. જયારે માંગરોળ અને માળીયા હાટીના તાલુકાના તમામ ગામડાઓ પણ બંધ જોવા મળ્યા હતાં. લોકોએ સ્વેચ્છીક બંધ પાળ્યો હતો.
જૂનાગઢ માંગરોળ અને માળીયા હાટીના તાલુકાનામાં સદંતર બંધ
જૂનાગઢઃ માંગરોળના ગામડાઓ જનતા કરફ્યૂમાં જોડાયા હતા. જૂનાગઢ, માંગરોળ, માળીયા હાટીના ખાતે લોકોએ કરફ્યૂ પાળીને 5 વાગે થાળી વેલણ વગાડાયા હતા. બીજી તરફ માંગરોળ પંથકના ગોરેજ ગામે લોકોએ ઢોલક, થાળી અને શંખ વગાડયા હતા.