ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢમાં ભાજપે પ્રચાર અભિયાનનો પ્રચંડ પ્રારંભ કર્યો - Election News

જૂનાગઢ: લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. ત્ચારે જુનાગઢ બેઠકના લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જુનાગઢવા દોલતપર વિસ્તારમાં જન સંપર્ક કરીને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો.

લોકસભા ઉમેદવારનો પ્રચાર અભિયાન

By

Published : Apr 6, 2019, 9:12 PM IST

જૂનાગઢ લોકસભા બેઠક પર શનિવારના રોજ ભાજપ દ્વારા પ્રચંડ પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રચારની પ્રારંભ શહેરના દોલતપર વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા કરાવ્યો હતો. જેમાં જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા જોડાયા હતા. તો પ્રચાર અભિયાનમાં જન સંપર્ક કરવામાં આવ્યો હતો.

લોકસભા ઉમેદવારનો પ્રચાર અભિયાન

તો લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પગપાળા ચાલીને લોકોના ઘર સુધી જઈને ભાજપને મત આપીને નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રચાર અભિયાનમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને ચૂંટણી જંગ જીતવા માટે અભિયાન શરૂ કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details