ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલો ભવભવનું ભાથું બાંધવા! દાતાર ગિરનારીની લીલી પરિક્રમાનું જાણો અદભુત મહત્વ

કારતક સુદ અગિયારસથી પૂનમના પાંચ દિવસો (Junagadh lili parikrama) દરમિયાન ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આદિઅનાદિ કાળથી આયોજન થતું રહ્યું છે, ત્યારે શા માટે પરિક્રમા (lili parikrama importance) કરવામાં આવે છે અને પરિક્રમાનુ કેવું પુણ્યશાળી ફળ મળે છે તે વિશે જાણો ETV Bharatના અહેવાલમાં. (lili parikrama 2022 date)

હાલો બાંધવી ભવભવનું ભાથું! દાતાર ગિરનારીની લીલી પરિક્રમાનું જાણો અદભુત મહત્વ
હાલો બાંધવી ભવભવનું ભાથું! દાતાર ગિરનારીની લીલી પરિક્રમાનું જાણો અદભુત મહત્વ

By

Published : Nov 2, 2022, 11:44 AM IST

Updated : Nov 2, 2022, 12:44 PM IST

જુનાગઢ :દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા (Junagadh lili parikrama) ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન થાય છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ થયા મુજબ આદિઅનાદિ કાળથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન થતું રહ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર સર્વ પ્રથમ વખત ગિરનારની પવનકારી લીલી પરિક્રમા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાના પુરાવાઓ મળી રહ્યા છે, ત્યારથી કારતક મહિનાની એકાદશીથી લઈને પૂનમ સુધી પાંચ દિવસ દરમિયાન ગિરનારની લીલી પરિક્રમા કરવાથી ધાર્મિક પુણ્ય મળતું હોવાની માન્યતા આજે પણ જોવા મળે છે. તેને કારણે સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ ઓ પાંચ દિવસ સુધી ગિરનારની લીલી પરિક્રમા કરીને ભવભવનું ભાથું બાંધતા જોવા મળે છે.(lili parikrama route)

દાતાર ગિરનારીની લીલી પરિક્રમાનું જાણો અદભુત મહત્વ

પરિક્રમા ધર્મની અનુભૂતિ ગિરનારની પરિક્રમાનું ધાર્મિક મહત્વ (lili parikrama importance) ધર્મ ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે. તે મુજબ પ્રત્યેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા કરવાથી ધાર્મિક અને માનસિક શાંતિ મળતી હોવાનું ગિરનારના અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગીરી જણાવી રહ્યા છે. વધુમાં પરિક્રમા કરવાથી કુદરતની સમીપે પ્રત્યેક જીવ એક નવી અનુભૂતિ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર ગિરનારમાં 33 કોટી દેવતાઓની સાથે અનેક સંતો મહંતો અને સંન્યાસીઓની આજે પણ શિવના રૂપમાં હાજરી જોવા મળે છે. જેની અનુભૂતિ પરિક્રમા દરમિયાન ભાગ્યશાળી અને પુણ્ય આત્માઓને થતી હોય છે. (lili parikrama 2022 date)

સતયુગમાં દેવી-દેવતાઓએ કરીપરિક્રમા વધુમાં મંહતે જણાવ્યું હતું કે, સતયુગમાં દેવી-દેવતાઓ દ્વારા પણ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરી હોવાના ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા (lili parikrama in Junagadh) સર્વ પ્રથમ વખત પરિક્રમા કરી હોવાની માન્યતાજોવા મળે છે. પરિક્રમાના પાંચ પડાવો ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના મનાય છે. આ પાંચ પડાવો પર ભગવાન શ્રીકૃષ્ણએ પડાવ નાખીને પાંચ દિવસ સુધી ગિરનારી મહારાજની શાનિધ્યમાં પરિક્રમાનું ધાર્મિક પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. (lili parikrama 2022 date)

માં અંબાના આશીર્વાદ મંહતે જણાવ્યું હતું કે,ગિરનાર (lili parikrama girnar) પર્વતની ટોચ પર બિરાજતા જગત ગુરુ દત્તાત્રેયની પાવનકારી ઉર્જાનો અનુભવ લીલી પરિક્રમા દરમિયાન થતો હોય છે. તો અંબાજી મંદિરમાં બિરાજમાન થયેલા જગતજનની માં અંબાના આશીર્વાદ ગિરનારની પરિક્રમા કરતા પ્રત્યેક પરિક્રમાર્થીઓ પર જળવાઈ રહે છે. આવા ધાર્મિક મહત્વ સાથેની પરિક્રમા કારતક મહિનાની એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી કરવામાં આવે છે. જેનું સનાતન ધર્મમાં ખૂબ મોટું મહત્વ પણ હોવાનું ઉલ્લેખ કરાયો છે. (lili parikrama importance in girnar)

Last Updated : Nov 2, 2022, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details