શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજીયાત: સરકારના નિર્ણયને ધારાશાસ્ત્રીઓએ આવકાર્યો - ધારાશાસ્ત્રીઓ પણ સરકારના નિર્ણયને આવકાર્યો
જૂનાગઢઃ રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો મરજીયાત કરવામાં આવ્યો છે. જેને જૂનાગઢના ધારાશાસ્ત્રીઓ પણ આવકારી રહ્યા છે, પરંતુ જે પ્રકારે કાયદાની અમલ વારીને લઈને સરકાર દ્વારા ઉતાવળ કરવામાં આવી હતી. તેને ધારાશાસ્ત્રીઓ વખોડી પણ રહ્યા છે.
આખરે બે મહિનાની અમલવારી અને પોલીસ તેમજ વાહન ચાલકો વચ્ચે થઈ રહેલા ઘર્ષણના કિસ્સાઓ હવે આવતીકાલથી જોવા નહીં મળે, રાજ્ય સરકાર દ્વારા બુધવારે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારોમાં ફરજિયાત હેલમેટના કાયદાને મરજિયાત બનાવીને રાજ્યના ટુ-વ્હીલર વાહનચાલકોને રાહત આપી છે. આ રાહતને જૂનાગઢના ધારાશાસ્ત્રીઓ પણ આવકારી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી જે પ્રકારે હેલમેટના કાયદાની અમલવારીને લઈને વાહનચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બનતા હતા, તેમાં હવે ક્યાંક રાહત મળશે અથવા પૂર્ણવિરામ પણ મુકાતું જોવા મળશે.